Not Set/ પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી આરપી સિંહનાં પિતાનું કોરોનાથી મોત

પૂર્વ ભારતીય ઝડપી બોલર આરપી સિંહ પર દુઃખોનું પહાડ તૂટી પડ્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા આર.પી.સિંહનાં પિતા શિવ પ્રસાદ સિંહનું આજે બપોરે 12 વાગ્યે અવસાન થયું છે.

Top Stories Sports
Untitled 21 પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી આરપી સિંહનાં પિતાનું કોરોનાથી મોત

પૂર્વ ભારતીય ઝડપી બોલર આરપી સિંહ પર દુઃખોનું પહાડ તૂટી પડ્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા આર.પી.સિંહનાં પિતા શિવ પ્રસાદ સિંહનું આજે બપોરે 12 વાગ્યે અવસાન થયું છે. આરપી સિંહનાં પિતા ગત મહિને કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા જે બાદ તેમની સારવાર લખનઉની મેદાંતા હોસ્પિટલમાં થઈ રહી હતી.

ક્રિકેટ / BCCI નો મોટો નિર્ણય, ઈંગ્લેન્ડ ટૂર પર જતા ખેલાડીઓનો ઘરમાં જ થશે કોરોના ટેસ્ટ

લખનઉની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે બપોરે 12 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આર.પી.સિંહનાં પિતા શિવપ્રસાદ સિંહને તાજેતરમાં કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હતા. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જણાવી દઇએ કે, ક્રિકેટર આરપી સિંહે આ મહિને કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. આપને જણાવી દઇએ કે, આરપી સિંહનાં પિતા કોરોના સંક્રમિત હતા તે કારણે તેણે આઈપીએલ 14 માંથી કોમેન્ટટર તરીકે નામ પાછું ખેંચ્યું હતું. મળતી માહિતી મુજબ તેણે આ કામ તેના પિતાની સંભાળ રાખવા કર્યું હતું. જણવાી દઇએ કે, આરપી સિંહે વર્ષ 2018 માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી, તે કોમેન્ટ્રીમાં જોડાયો હતો. તે આઈપીએલની આ સીઝનમાં સ્ટાર સ્પોર્ટ્સ માટે હિન્દીમાં કોમેન્ટ્રી કરવા જઇ રહ્યો હતો. આર.પી.સિંહ ઉપરાંત આકાશ ચોપરા, પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, અજિત અગારકર, દીપ દાસગુપ્તા સ્ટાર સ્પોર્ટ્સની હિન્દી કોમેન્ટરી ટીમમાં ભાગ લીધો હતો. જો કે, કોરોનાને કારણે આઈપીએલને પણ વચ્ચેથી રદ કરવી પડી હતી.

ક્રિકેટ / હસીનું ઓસ્ટ્રેલિયા પરત ફરવાની આશા પર ફેરવાયુ પાણી, બીજો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ

જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ સ્પિનર ​​પિયુષ ચાવલાનાં પિતા પ્રમોદ કુમારનું સોમવારે કોરોનાથી અવસાન થયું હતુ. પ્રમોદકુમાર છેલ્લા 10 દિવસથી કોરોના સામે લડી રહ્યા હતા. તેમની દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પિયુષે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, હવે હુ મારું જીવન પહેલાની જેમ જીવી શકીશ નહીં. મેં મારી શક્તિ ગુમાવી દીધી છે. મારા પિતા મારા શક્તિનો આધારસ્તંભ હતા. ઉલ્લેખની છે કે, આરપી સિંહની કારકિર્દીની વાત કરીએ તો તેણે 14 ટેસ્ટમાં 40 વિકેટ ઝડપી છે. ઇનિંગ્સમાં તેની શ્રેષ્ઠ બોલિંગ 5/59 રહી હતી. આ સિવાય તેણે 58 વનડેમાં 69 વિકેટ ઝડપી હતી. જ્યારે 10 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 15 વિકેટ લીધી હતી. આરપી સિંહે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ (વનડે) સપ્ટેમ્બર 2011 માં ઇંગ્લેન્ડ સામે કાર્ડિફમાં રમી હતી. તેણે 4 સપ્ટેમ્બર 2005 નાં રોજ હરારેમાં ઝિમ્બાબ્વે સામે વનડે મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

majboor str 8 પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી આરપી સિંહનાં પિતાનું કોરોનાથી મોત