ક્રિકેટર/ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેઇન્સને આંતરડાનું કેન્સર,જાણો વિગત

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેઇન્સે ખુલાસો કર્યો છે કે તેને આંતરડાનું કેન્સર છે. 5 મહિના પહેલા તેમનું હૃદયનું ઓપરેશન થયું હતું.

Top Stories Sports
11 51 ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેઇન્સને આંતરડાનું કેન્સર,જાણો વિગત

પહેલેથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન, ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેઇન્સે ખુલાસો કર્યો છે કે તેને આંતરડાનું કેન્સર છે. 5 મહિના પહેલા તેમનું હૃદયનું ઓપરેશન થયું હતું. 51 વર્ષીય કેર્ન્સ 2000 ના દાયકાની શરઆતમાં વિશ્વના ટોચના ઓલરાઉન્ડરોમાંના એક હતા.કેર્ન્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જ્યારે તેને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તે નિયમિત ચેક-અપ માટે હોસ્પિટલમાં ગયો હતો. તે કેનબેરા યુનિવર્સિટી હોસ્પિટલના રિહેબિલિટેશન સેન્ટરમાં છે.કેર્ન્સે લખ્યું, મને કહેવામાં આવ્યું કે મને કોલોન કેન્સર છે.

ક્રિસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કેન્સર વિશે માહિતી આપી હતી. તેણે લખ્યું હતું કે ‘મને ગઈ કાલે કહેવામાં આવ્યું છે કે મને કોલોન કેન્સર છે. મારા માટે આ એક મોટો આઘાત હતો અને મને તેની અપેક્ષા નહોતી, મેં વિચાર્યું કે તે એક રૂટિન ચેકઅપ હશે. તેથી હું સર્જનો અને નિષ્ણાતો સાથેની વાતચીતના બીજા રાઉન્ડ માટે મારી જાતને તૈયાર કરી રહ્યો છું. હું ફરીથી અને ફરીથી યાદ કરું છું કે હું હજી પણ જીવિત છું અને હું કેટલો ભાગ્યશાળી છું. બીજી લડાઈ લડવા માટે હું તૈયાર છું. પરંતુ આશા છે કે કેન્સરના પ્રથમ રાઉન્ડમાં જ મામલો અહીં સમાપ્ત થઈ જશે.