Nadiyad News : ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત માર્ગ અને મકાન કચેરીમાં સીનીયર ક્લાર્ક અને કાર્યપાલક ઈજનેર ગોવિંદ ડી.પરમારને નડિયાદની સેસન્સ કોર્ટે લાંચ કેસમાં તચાર વર્ષની કેદની સજા ફટકારી છે. તે સિવાય પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કેસના ફરિયાદી સરકારની યોજનાઓ હેઠળ રોડ રસ્તા બનાવવાનું કન્સ્ટ્રક્શનનું કામ કરે છે.જેમાં કાર્યપાલક ઈજનેરની કચેરી, માર્ગ અને મકાન વિભાગ, નડિયાદ દ્વારા જલારામ એવન્યુ સોસાયટી ખાતે આર.સી.સી રોડ અને પોવર બ્લોકનું કામ કરવા માટે ટેન્ડર બહાર પડાયું હતું, જેમાં ફરિયાદીએ 2014માં ફોર્મ ભર્યું હતું અને ટેન્ડર મંજુર થયું હતું.
આથી ફરિયાદીએ કામ શરૂ કરી નિયત સમયમાં કામ પુરૂ કર્યું હતું.બાદમાં તેમણે કામના બિલ અને ચેકના નાંણા મેળવવા માટે કાર્યપાલક ઈજનેરની કચેરી ખાતે એકાઉન્ટ ખાતામાં ફરજ બજાવતા સીનીયર ક્લાર્ક ગોવિંદ પરમારનો 2015માં સંપર્ક કર્યો હતો. જેમાં ગોવિંદ પરમારે ચેકની કુલ રકમ રૂ.1,89,000 ના બે ટકા લેખે પ્રથમ રૂ.3,600 અને બાદમાં રૂ.3,500 લાંચ પેટે આપવા જણાવ્યું હતું.
બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીની ટીમે 2.9.2015ના રોજ જાળ બિછાવીને રૂ,3,500 ની લાંચ લેતા ગોવિંદ પરમારને ઝડપી લીધો હતો.ગુનો દાખલ કર્યા બાદ સેસન્સ કોર્ટ નડિયાદમાં આ કેસ ચાલ્યો હતો. જેમાં 24.9.2024ના રોજ કોર્ટે ગોવિંદ પરમારને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું
આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..
આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ
