Not Set/ ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના સંક્રમિત

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગૌતમ ગંભીરે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે, સાથે જ તેમણે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

Top Stories Sports
ગૌતમ ગંભીર

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગૌતમ ગંભીરે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે, સાથે જ તેમણે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાનાં આ ખેલાડીએ ફોટો શેર કરતા લખ્યું- જય શ્રી રામ, પોસ્ટ વાયરલ

ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને લખ્યું છે કે, હળવા લક્ષણો બાદ હુ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમનો ટેસ્ટ કરાવો અને સુરક્ષિત રહો. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ પણ છે. તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં પ્રથમ વખત ભાગ લઈ રહેલી લખનઉની ટીમે આગલા દિવસે તેના નામની જાહેરાત કરી છે, ગૌતમ ગંભીર આ ટીમનો મેન્ટર બન્યો છે. લખનઉની ટીમે પોતાનું નામ લખનઉ સુપર જાયન્ટ્સ રાખ્યું છે, જે IPL ઈતિહાસની સૌથી મોંઘી ટીમ પણ છે. ગૌતમ ગંભીર છેલ્લા કેટલાક દિવસોથી સતત ઈન્ટરવ્યૂં આપી રહ્યો હતો, જોકે તે આ બધું ઓનલાઈન કરતો હતો.

આ પણ વાંચો – Video / ધોનીનો આ વીડિયો જોઇ તમે પણ માથું ખંજવાળવા લાગશો, ટ્રેનથી પણ ઝડપી દોડતો જોવા મળ્યો માહી

ગૌતમ ગંભીર, જે અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમી ચૂક્યો છે, તે બે વખત આઈપીએલ વિજેતા કેપ્ટન છે. પરંતુ હવે તે લખનઉની ટીમને મેન્ટર કરશે. લખનઉની ટીમે કેએલ રાહુલને પોતાનો કેપ્ટન બનાવ્યો છે.