ગુજરાત/ નીમ કોટેડ યુરીયાનાં ઔદ્યોગિક વપરાશ સામે કડક કાર્યવાહી

ચાણસ્મા GIDC ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર વેચાણ કરવા માટે રખાયેલ કુલ ૧૮૪ બેગનો જથ્થો- આનુષંગિક સાધનો જપ્ત કરી ૩ સામે FIR દાખલ કરાઇ.

Top Stories Gujarat Others
નીમ

રાજ્યમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતા સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાનાં ઔદ્યોગિક વપરાશ માટે વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં પાટણ જિલ્લાની ચાણસ્મા જી.આઇ.ડી.સી. ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયા, ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ પરપઝની બેગમાં પેક કરી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવી બાતમીનાં આધારે તા.૦૧ જૂલાઇ-૨૦૨૨ના રોજ પાટણનાં નાયબ ખેતી નિયામક અને ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા રેડ કરી હતી. આ રેડ દરમિયાન સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાને ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ વપરાશની બેગમાં સિલાઈ મારી, પેકીંગ કરેલી ૫૦ કિ.ગ્રા. વજનની કુલ ૧૬૮ બેગ તેમજ જુદી-જુદી કંપનીની આશરે ૫૦ કિ.ગ્રા. જથ્થો ધરાવતી ૧૬ બેગ એમ મળીને કુલ ૧૮૪ બેગ તથા પેકીંગ માટે સિલાઈ મશીન તેમજ આનુષંગિક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા (૧) અશોકભાઈ વીરમભાઈ ચૌધરી (૨) કાનજીભાઈ દઝાભાઈ ચૌધરી અને નરેન્દ્રભાઈ રાજુભાઈ સોલંકી સામે તા.૦૧ જૂલાઇ-૨૦૨૨ના રોજ ચાણસ્મા પોલીસ સ્ટેશન માં FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે મળી આવેલા જથ્થામાંથી Suspected Neem Coating Ureaનો નમૂનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે તેમ યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો : સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન