Express relief/ પોરબંદર-દાદર ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ’ ટ્રેનમાં વધારાના ચાર કોચ કાયમી ધોરણે લગાડાશે

સિધ્ધાર્થ બુધ્ધદેવ – પ્રતિનિધિ, પોરબંદર

Gujarat Rajkot
પોરબંદર

પોરબંદરઃ સૌરાષ્ટ્રવાસીઓના મુંબઈ તરફના ધસારાને જોતાં અને મુંબઈમાં પણ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે તેને ધ્યાનમાં રાખતા પોરબંદર-દાદરની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં ચાર વધારાના કોચ કાયમી ધોરણે લગાડવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને મુંબઈ બંને દરિયાકાંઠાના વિસ્તારો છે. મુંબઈમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ વસે છે ત્યારે પોરબંદર-દાદર સુધીની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં ચાર કોચ કાયમી ધોરણે લગાડવામાં આવતા મુસાફરોને ઘણી રાહત થશે.

આ ચાર કોચમાં બે કોચ સેકન્ડ સ્લીપરના હશે. એક કોચ સેકન્ડ એસી અને એક થર્ડ એસી હશે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન 19016-19015માં આ કોચ લાગશે. સૌથી આનંદદાયક વાત એ છે કે આ કોચ પહેલી ડિસેમ્બરથી જ લાગી જશે.

પહેલી ડિસેમ્બર 2023ના રોજ પોરબંદરથી દાદર ઉપડનારી ટ્રેનમાં અને ત્રીજી ડિસેમ્બરથી દાદરથી પોરબંદર જનારી ટ્રેનમાં આ વધારાના કોચ લાગી જશે, એમ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્યક પ્રબંધક માશૂક એહમદે જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 પોરબંદર-દાદર ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ’ ટ્રેનમાં વધારાના ચાર કોચ કાયમી ધોરણે લગાડાશે


આ પણ વાંચોઃ મોદી સામે ગેહલોતનો જાદુ ન ચાલ્યો, રાજસ્થાનમાં કોને કેટલી સીટો મળશે; તમામ એક્ઝિટ પોલ

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં કોઈએ કોંગ્રેસને તો કોઈએ ભાજપને ગણાવ્યું આગળ

આ પણ વાંચોઃ આ 5 નવા નિયમો 1 ડિસેમ્બરથી લોકોના જીવનમાં લાવશે ઘણા બદલાવ, જાણો શું આવ્યા બદલાવ?