Jamnagar-Heavyrain/ જામનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો

જામનગરમાં મેઘરાજાએ સવારથી જ તોફાની બેટિંગ શરૂ કરી છે. સવારે છથી દસ વાગ્યા સુધીમાં લગભગ 97 મિલીમીટર (એમએમ)  વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાળવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા હતા.

Top Stories Gujarat
Jamnagar Heavyrain જામનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો

જામનગરમાં મેઘરાજાએ સવારથી જ તોફાની Jamnagar-Heavy rain બેટિંગ શરૂ કરી છે. સવારે છથી દસ વાગ્યા સુધીમાં લગભગ 97 મિલીમીટર (એમએમ)  વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાળવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા હતા.

વરસાદના લીધે સરકારી કચેરીઓ, Jamnagar-Heavy rain સરકારી વસાહતો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા. શહેરના સત્યનારાયણ મંદિર પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. જેની સાથે વીજપોલ પણ તૂટી પડ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાએ લાઈટ પણ ડૂલ થઈ છે.

જામનગરમાં મેઘરાજાની સવારીમાં જોઈએ Jamnagar-Heavy rain તો આજે સવારે છથી દસ વાગ્યા સુધીમાં જામનગરમાં ચાર ઈંચ, ભુજમાં અઢી ઈંચ, કલ્યાણપૂર અને દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 13 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ આજે રાજ્યના 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જામનગરમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા Jamnagar-Heavy rain પર ગોઢણસમા પાણી ભરાઈ ગયા હતા. કચ્છના ભુજ અને નખત્રાણા વહેલી સવારથી જ વરસાદ ખાબકતા માર્ગો પર વરસાદી પાણી વહી નીકળ્યાં હતા. તેમજ નખત્રાણા હિલ સ્ટેશન બન્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને પગલે આજે સવારથી જ અનેક પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.

 

આ પણ વાંચોઃ Jyoti Maurya Controversy/ SDM જ્યોતિ મૌર્ય કેસ પર મનીષ દુબેએ કહ્યું, ‘હું ફસાઈ ગયો છુ, મારી પ્રોફેશનલ લાઈફ ખરાબ થઈ રહી છે…’

આ પણ વાંચોઃ Rahul Gandhi-Farming/ સપનાનું કે સત્તાનું વાવેતરઃ રાહુલ ગાંધી ખેડૂતો સાથે ડાંગરના ખેતરમાં દેખાયા

આ પણ વાંચોઃ WB Panchayat Election/ પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ સરકાર પર ચૂંટણી વિવાદ? હિંસામાં 5 લોકો માર્યા ગયા

આ પણ વાંચોઃ Kutch-Heavyrain/ કચ્છના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ જારીઃ નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ

આ પણ વાંચોઃ Palanpur-Heavyrain/ પાલનપુરમાં ભારે વરસાદ ખાબકતા હાઇવે બન્યો વોટરવે