Breaking News/ વડોદરાના કોટંબી નજીક અકસ્માતમાં ચાર લોકોના મોત

વડોદરાના કોટંબી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી મળી રહી છે કે આખી પિકઅપ વાન કેનાલમાં ખાબકી ગઈ છે.

Top Stories Gujarat Vadodara Breaking News
YouTube Thumbnail 2024 05 29T160341.129 વડોદરાના કોટંબી નજીક અકસ્માતમાં ચાર લોકોના મોત

 Vadodara News: વડોદરાના કોટંબી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી મળી રહી છે કે આખી પિકઅપ વાન કેનાલમાં ખાબકી ગઈ છે. ચાર લોકોના મોત થયા છે. ઘાયલોને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મૃતકોમાં 3 બાળકો અને એક યુવક છે.આ ઘટનામાં હાલ ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે

જણાવી દઈએ કે, વડોદરા-હાલોલ હાઇવે પર બોલેરો પિકઅપ વાન પલટી જતાં ઘણા લોકોને ઇજા પહોંચી હતી. 6 થી 7 એમ્બ્યુલન્સ પહોંચી હતી અને 4 એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલ પહોંચી હતી. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. કોટંબીમાં ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. 5 લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ સેવાને બપોરે 3 વાગ્યે ફોન આવ્યો હતો. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 4 ના મોત થયા છે. જેમા બે બાળક અને બે પુરુષ છે. ભાડાની ગાડીમાં દાહોદથી વડોદરા આવતા હતા.

વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પિકઅપ વાનનો અકસ્માત સર્જાયો હતો. બોલેરો પિકઅપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ