અમદાવાદ/ સ્ટેડિયમ ચોકીમાં દારૂની મહેફિલ માણતા ASI સહિત 4 લોકો ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધીનાં લીરેલીરા ખુદ પોલીસ ઉડાવી રહી છે. પાછલા ઘણા સમયથી દારુના નામે પોલીસ બદનામ થઈ રહી છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

Ahmedabad Gujarat
દારૂની મહેફિલ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં પોલીસ ચોકીમાં દારુની મહેફિલ માણતા પોલીસકર્મીઓ ઝડપાયા હતા. સ્ટેડિયમ ચોકીના પોલીસકર્મી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. ASI સહિત 4 લોકો પાર્ટી કરતા ઝડપાયા હતા. ત્રણ TRB જવાનો પણ મહેફિલમાં સામેલ હતા. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

ગુજરાતમાં દારૂબંધીના નિયમોના અમદાવાદ પોલીસે ધજાગરા ઉડાવતા ઝડપાઇ ગયા છે. રાજયમાં દારૂબંધીનું પાલન કરાવવાનું કામ પોલીસનું છે પણ દારૂબંધીનું પાલન કરાવનાર જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે.

મળતી માહિતી અનુસાર, આ મહેફિલમાં પોલીસ કર્મચારી અને ટ્રાફિક વોર્ડન હતા. જેમાં દિનેશ પટ્ટણી, રાકેશ પટ્ટણી, સોનું પાલ અને એએસઆઇ કાંતિભાઈ સામેલ હતા. દારુ પાર્ટી કરતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. ગાંધીના ગુજરાતમાં રક્ષકો જ દ્વારા દારુ પીવામાં આવી રહ્યો છે.

દારૂ મહેફિલની જાણ ઉચ્ચ અધિકારીને થતાં પોલીસની ટીમે પોલીસ ચોકી પર આવીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે એક દારૂની બોટલ પણ જપ્ત કરી હતી. ઉપરાંત મહેફિલ માણતા કર્મીઓ સામે ગુનો પણ નોંધવામાં આવશે.

પોલીસ ચોકીમાં દારુની બોટલ સાથે પોલીસ કર્મચારીઓ હાથમાં જામ લઇ પાર્ટી કરતા ઝડપાયા હતા. આ સાથે પોલીસ ચોકીમાંથી દારુની બોટલ ઝડપાઈ હતી. સાથે જ પોલીસ કર્મચારીઓ ચખના અને દારૂની બોટ પોલીસ ચોકીના ટેબલ પર જ સજાવાની પાર્ટી કરી રહ્યા હતા. જેમ આ પોલીસ ચોકી નહીં પણ દારૂનો કોઇ અડ્ડો હોય.

આ પણ વાંચો: નવા વાડજનો યુવાન રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયો, મી. ઈન્ડિયા સ્પર્ધામાં આવ્યો પ્રથમ

આ પણ વાંચો:  ગુજરાતમાં મેઘરાજાની મહેર,91 તાલુકામાં નોંધાયો આટલો વરસાદ ,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ : શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ 

આ પણ વાંચો: ચાંદખેડામાં વીજકરંટથી બે લોકોનાં મોત, ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ