ગાંધીનગર/ દહેગામ નજીક રાયપુર કેનાલમાં અમદાવાદના ચાર યુવકો ડૂબ્યા

જન્મદિવસની ઉજવણી કરવી પડી ભારે પડી હોવાની ચર્ચા શોધખોળ યથાવત

Gujarat Others
Untitled 52 5 દહેગામ નજીક રાયપુર કેનાલમાં અમદાવાદના ચાર યુવકો ડૂબ્યા

દહેગામ નરોડા હાઈવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આજે ભર બપોરે ચાર યુવકો પાણીમાં ગરકાવ થતા આસપાસના સ્થાનિક રહીશોના ઘટનાસ્થળ પર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી બીજુ આ બનાવની જાણ થતા બહીયલ ગામના તરવૈયાઓ તેમજ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુવકોની શોધખોળની કવાયત હાથ ધરી હતી જોકે, હજી સુધી એકેય યુવકોનો પતો મળ્યો નથી.

આ  પણ વાંચો ;પ્રયાગરાજ / PM મોદીની જાહેર સભામાં હેમા માલિની સાથે થઈ ઝપાઝપી, રડી પડ્યા ડ્રીમ ગર્લ  

આ બનાવની વિગત પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર યુવાનો દહેગામ નરોડા હાઈવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આજે એક વાગ્યાની આસપાસ આ ચારેય યુવકો એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગઈ હતા. આ દુર્ઘટના બન્યાના 3 કલાક પછી તરવૈયાઓ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી ડભોડા પોલીસ પણ તૈનાત જોકે. હજી સુધી કોઈ કેનાલમાં ડૂબી જનાર યુવકોનો અતો પતો મળ્યો નથી.

આ પણ વાંચો ;લખનઉ / અખિલેશ યાદવનો પરિવાર કોરોનાની ઝપેટમાં… પત્ની ડિમ્પલ યાદવ અને પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ

રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર રાયપુરથી આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં ભર બપોરે ચાર યુવકો ડૂબી જવાની ઘટનામાં અનકે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એક યુવક ડૂબવા લાગ્યો હોવાથી તેને બચાવવા માટે બીજો અને ત્રીજો અને ચોથો યુવક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હશે તેવી અટકળો ચાલી રહી છે.

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામ પાસે નર્મદા કેનાલ સાયફન ની પાસે અમદાવાદ વિશ્વાસ ફલેટ સરદાર ચોક કૃષ્ણ નગર રહેતા યુવકો બર્થ ડે ની ઉજવણી કર્યા બાદ ફોટોગ્રાફી શૂટ કરવા જતાં ૬ પૈકી ચાર યુવકો ડૂબ્યાઘટના ની જાણ થતાં ની સાથે ગાંધીનગર ફાયર બ્રિગેડ ની ટીમ આવી પહોંચી હતી પરંતુ તેમનાથી ડુ લબેલા યુવકને બહાર કાઢવાનું શક્ય ન બનતા બહિયલ ગામનાં તરવૈયાઓની મદદ લેવાઇ છે કેનાલ ખાતે ડભોડા પોલોસની ટીમ ઘટના સ્થળે હાજર થતાં શોધખોળ ચાલુ છે કરી દેવામાં આવી છે.