Rajkot/ માનવતાની મહેક : મનપાના સફાઈ કર્મચારી એ 12,000નો મોબાઈલ માલિકને પરત કર્યો

આજના યુગમાં ઈમાનદાર માણસોની ઓળખ મળવી ખુબ જ મુશ્કેલ બની ગઈ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખાના સફાઈ કર્મચારી તુલસીભાઈ વાણીયાએ

Gujarat
1

આજના યુગમાં ઈમાનદાર માણસોની ઓળખ મળવી ખુબ જ મુશ્કેલ બની ગઈ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખાના સફાઈ કર્મચારી તુલસીભાઈ વાણીયાએ પોતાને મળેલો રૂ. 12,000/- ની કિમતનો મોબાઈલ ફોન મૂળ માલિક ડો. નિપુણ બુધ્ધાને પરત કરી પોતાની ઈમાનદારી પ્રદર્શિત કરી હતી.

Waste Management Via Technology: Rajkot Installs GPS Devices On Waste  Collection Trucks | News

Cyber Attack / સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આવી રજૂઆત…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત ૨૩મી ડિસેમ્બરના રોજ લાઈફ કેર ક્લીનીકના ડો. નિપુણ બુધ્ધા પોતાના ઘરેથી કામ માટે બહાર નીકળેલ હતા તે દરમ્યાન વૈશાલીનગર શેરી નં. 10 માં તેમનો રૂ.12,000/- ની કિમતનો મોબાઈલ પડી ગયો હતો. તેમને મોબાઈલ પડ્યાની જાણ થતે તુર્ત જ પોતાના મોબાઈલમાં કોલ કરતા ફોન તુલસીભાઈએ ઉપાડ્યો અને ડો. નિપુણને જવાબ આપ્યો કે ‘ સાહેબ, તમારો મોબાઈલ મારી પાસે છે, આપ આવીને લઇ જાઓ… ’ ત્યારબાદ ડો. નિપુણ સ્થળ પર પહોંચ્યા અને તુલસીભાઇએ તેમને મોબાઈલ પરત આપ્યો અને ડો. નિપુણએ સફાઈ કર્મચારી તુલસીભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

nakrawadi municipal solid waste: Lack of technical expert hampers waste-to-energy  project progress | Rajkot News - Times of India

Cricket / 3rd ટેસ્ટ માટે BCCI એ કરી પ્લેઇંગ ઈલેવનની જાહેરાત, આ ખેલાડીઓ…

આજના યુગમાં આ પ્રકારની ઈમાનદારી દેખાડનાર માણસો ખુબજ ઓછા જોવા મળે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોબાઈલને સુરક્ષિત મૂળ માલિકને પરત પહોંચાડવા બદલ તુલસીભાઈ વાણીયાનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને ઈમાનદારીની પ્રશંસા કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…