fisherman/ પાક જેલમાંથી મુક્ત ગુજરાતના 80 માછીમારો પરિવાર સાથે દિવાળી ઉજવી શકશે

પાકિસ્તાનની જેલમાં સપડાયેલા ગુજરાતના 80 માછીમારોને આ વખતની દિવાળી ફળી છે. તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમાથી 80 ટકા માછીમારો સુરક્ષા સાથે વાઘા બોર્ડર પહોંચ્યા હતા.

Gujarat
YouTube Thumbnail 2023 11 11T141815.321 પાક જેલમાંથી મુક્ત ગુજરાતના 80 માછીમારો પરિવાર સાથે દિવાળી ઉજવી શકશે

પોરબંદરઃ પાકિસ્તાનની જેલમાં સપડાયેલા ગુજરાતના 80 માછીમારોને આ વખતની દિવાળી ફળી છે. તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમાથી 80 ટકા માછીમારો સુરક્ષા સાથે વાઘા બોર્ડર પહોંચ્યા હતા.

વાઘા બોર્ડર પર બધા માછીમારોની તપાસ કરવામાં આવી હતી. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા બધા માછીમારો ટ્રેન દ્વારા હવે તેમના વતન પરત ફરશે. આમ તેઓ તેમના કુટુંબ સાથે દિવાળીની ઉજવણી કરી શકશે. આ વખતની દિવાળી માછીમારો માટે મુક્તિનું પર્વ લઈને આવી છે. માછીમારોના કુટુંબીજનો પણ અત્યંત ખુશ છે.

એનજીઓ ઇન્ડિયા પાકિસ્તાન પીપલ્સ ફોરમ પીસ એન્ડ ડેમોક્રેસીના રાષ્ટ્રીય કારોબારીના સભ્યએ જણાવ્યું હતું કે આ માછીમારોને લગભગ ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાની અધિકારીઓએ તેમના દેશની પ્રાદેશિક જળસીમામાં માછી મારી કરવાનો ગુનો નોંધીને કેદ કર્યા હતા. તેઓ 2020માં ગુજરાતના દરિયાકાંઠેથી માછીમારી કરવા નીકળ્યા હતા અને પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશી ગયા હતા.

હાલમાં પણ પાકિસ્તાનની જેલમાં 173 ભારતીય માછીમારો બંધ છે. પાકિસ્તાન સરકારે મે અને જુનમાં 200 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા. તેમની પાકિસ્તાની જળસીમા ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન આમ તેની જળસીમામાં ઘૂસી આવનારા માછીમારોની ધરપકડ કરતું રહે છે. તેની સામે ભારત પાકિસ્તાની માછીમારોની અત્યંત ઓછા પ્રમાણમાં ધરપકડ કરે છે. ભારતીય જેલોમાં બંધ હોય તેવા પાકિસ્તાની માછીમારો કહી શકાય કે છે જ નહી.

ભારતનું કોસ્ટ ગાર્ડ જળસીમામાં આવતા પાકિસ્તાની માછીમારોને બને ત્યાં સુધી ચેતવણી આપે છે. જો તેમા કોઈ શંકાસ્પદ હોય તો તેની સામે કાર્યવાહી કરે છે. મુંબઈમાં દરિયાઈ માર્ગે થયેલા હુમલા પછી ભારતીય કોસ્ટ ગાર્ડ પણ અત્યંત સતર્ક થઈ ગયું છે અને ચાંપતી નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચોઃ  Eric Adams/ ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ સામે રાજકીય ભંડોળ ઊભું કરવાના કેસમાં FBIની કાર્યવાહી

આ પણ વાંચોઃ છેતરપિંડી/ ભારતના પર્યટન સ્થળોની હોટલોની ફેક વેબસાઇટ બનાવી,દેશભરની પોલીસ શોધી રહી હતી આ શખ્સને….અંતે દ્રારકા પોલીસે ઝડપ્યો

આ પણ વાંચોઃ Direct Tax Collection/ સરકારની પ્રત્યક્ષ કર વેરાની આવક બજેટ લક્ષ્યના 58 ટકાને વટાવી ગઈ