Bollywood/ અરશદ વારસીથી લઈને રેમો ડીસુઝાની પત્ની સુધી આ સેલેબ્સ થયા ‘Fat To Fit’

આખા દેશ અને દુનિયામાં મોટાપો એક ગંભીર બીમારી બની રહી છે. અને સામાન્ય માણસથી લઈને બોલીવુડ સ્લેબ્સ સુધીના લોકોએ મોટાપાને લીધે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં નેગેટીવ અસર સહન કરવી પડે છે

Trending Entertainment
arsd અરશદ વારસીથી લઈને રેમો ડીસુઝાની પત્ની સુધી આ સેલેબ્સ થયા ‘Fat To Fit’

આખા દેશ અને દુનિયામાં મોટાપો એક ગંભીર બીમારી બની રહી છે. અને સામાન્ય માણસથી લઈને બોલીવુડ સ્લેબ્સ સુધીના લોકોએ મોટાપાને લીધે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં નેગેટીવ અસર સહન કરવી પડે છે. પણ હવે તે પોતાને હેલ્દી અને ફીટ રાખવાના પ્રયત્નમાં લાગી ગયા છે. ઘણા લોકોએ તેમાં સફળતા પણ પ્રાપ્ત કરી લીધી છે. તેમણે સખત મહેનત કરી અને વર્કઆઉટ કર્યું અને પોતાના શરીરમાં ઘણું મોટું ટ્રાંસફોર્મેશન લાવ્યા છે.

અરશદ વારસી

અરશદ વારસી હાલના દિવસોમાં ઘણા ચર્ચામાં છે. તેમણે હાલમાં પોતાના નવા લુકના ફોટા શેર કર્યા છે. તેમાં તેમની બોડી કોઈ રેસલરથી ઓછી નથી લાગી રહી. તેમણે પોતાના એક જૂના ફોટા સાથે ટ્રાંસફોર્મેશનનો ફોટો શેર કર્યો છે. તેમાં તે પોતાના બાઈસેપ્સ ફ્લોન્ટ કરતા દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે અરશદનો આ ફોટો રેસલર અને એક્ટર જોન સીનાએ પણ શેર કર્યો છે.

લિઝેલ ડીસુઝા

હાલમાં કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડીસુઝાની પત્ની લિઝેલ ડીસુઝાએ પણ પોતાનો ટ્રાંસફોર્મેશન વાળો ફોટો શેર કર્યો છે. તેમણે પોતાનું 40 કી.ગ્રા. વજન ઓછું કર્યું. તેમણે આ વજન ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને વેટ ટ્રેનીંગ વર્કઆઉટ દ્વારા ઓછું કર્યું. તેમણે માત્ર ઘરનું ખાવાનું ખાધું. તે દિવસમાં 18 થી 20 કલાક સુધી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતી હતી.

ઇમરાન હાશમી ભારતી સિંહ

bh અરશદ વારસીથી લઈને રેમો ડીસુઝાની પત્ની સુધી આ સેલેબ્સ થયા ‘Fat To Fit’

બોલીવુડ કલાકાર ઇમરાન હાશમીએ પણ હાલમાં પોતાના ઘણા ફોટા અને વિડીયો શેર કર્યા. તે તેમના વર્કઆઈટ વિડીયો અને ફોટા હતા, જેમાં તેમનું ટ્રાંસફોર્મેશન સ્પષ્ટ જોઈ શકાય છે. ઘણા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇમરાન હાશમીએ આ ટ્રાંસફોર્મેશન ફિલ્મ ટાઈગર 3 માટે કર્યું છે. ફિલ્મમાં તેમની અને સલમાન ખાન વચ્ચે ફાઈટ સિક્વેંસ છે. અને તે શર્ટલેસ ફાઈટ સીન હશે. એટલા માટે તેમને પણ ફિલ્મમાં બોડી ફ્લોન્ટ કરવાની તક મળશે. અને કોમેડિયન અને લાફ્ટર ક્વીનના નામથી પ્રસિદ્ધ ભારતી સિંહે પણ પોતાનું 15 કિલો વજન ઓછું કર્યું છે. ભારતીએ હાલમાં જ મીડિયા સામે જણાવ્યું કે તેમણે માત્ર ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ દ્વારા આટલું વજન ઓછું કર્યું છે.

શેહનાઝ ગિલ-ફરદીન ખાન

big અરશદ વારસીથી લઈને રેમો ડીસુઝાની પત્ની સુધી આ સેલેબ્સ થયા ‘Fat To Fit’

બીગ બોસ 13 ફેમ અને લાખો દિલોના ધબકારા બનેલી શેહનાઝ ગિલ આજે સૌથી વધુ પ્રસિદ્ધ અભિનેત્રીઓ માંથી એક છે. બીગ બીસ 13 માંથી બહાર નીકળ્યા પછી તેમણે ફીઝીક ઉપર ઘણું કામ કર્યું અને 10-12 કિલો વજન ઘટાડ્યું. તેમનું ટ્રાંસફોર્મેશન જોઈ પ્રશંસક ઘણા ઈંપ્રેસ થયા હતા.

બોલીવુડ કલાકાર ફરદીન ખાન ઘણા લાંબા સમય પછી ગયા વર્ષથી ચર્ચામાં આવ્યા છે. તે અચાનક લોકો સામે આવ્યા અને તેમનું ટ્રાંસફોર્મેશન જોઈને ફેન્સ પણ ચક્તિ થઈ ગયા હતા. તેમણે પોતાનું વજન ઘણું ઓછું કર્યું છે.