હરિયાણા/ 1 જાન્યુઆરીથી કોરોનાની રસી નહીં મેળવનારાઓને જાહેર જગ્યાઓ પર પ્રવેશ નહી મળે

હરિયાણા અને નેશનલ કેપિટલ રિજન  નો પહેલો જિલ્લો બન્યો છે જેણે કોરોના સામે 100% રસીકરણ લક્ષ્ય હાંસલ કર્યું છે.

Top Stories India
Untitled 52 3 1 જાન્યુઆરીથી કોરોનાની રસી નહીં મેળવનારાઓને જાહેર જગ્યાઓ પર પ્રવેશ નહી મળે

 

  સમગ્ર  દેશમાં કોરોનાની   બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા  તેમજ સરકાર દ્વારા કોરોના કેસોને નિયંત્રણમાં લાવવા અથાગ  પ્ર્યતનો કરવામાં  આવ્યા હતા . જેમાં  સરકાર દ્વારા સમગ્ર દેશમાં  કોરોના  રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે .  કોરોના ના આ રસીકરણ અભિયાનથી લોકો કોરોનમુક્ત રહે તેવો તેમનો  આગ્રહ  છે.  જેનો દેશમા સારો એવો પ્ર્તિસદ મળી રહ્યો હોય તેવું  જોવા મળી  રહ્યું છે.

આ પણ  વાંચો ;રાજકોટ / આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો

 જે  અંતર્ગત  હરિયાણામાં કોરોનાની રસી લગાવવામાં નહીં આવે તો હવે 1 જાન્યુઆરીથી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી અનિલ વિજે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન આ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જાણવાયુ કે જે વ્યક્તિઓએ રસીના બંને ડોઝ લીધા નથી તેમને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મોલ અને હોટલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.  તેમજએમ પણ કહ્યું કે કોરોનાથી મૃત્યુ પર આશ્રિતોને વળતર આપવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે હરિયાણામાં ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં છ કેસ નોંધાયા છે. ગુરુગ્રામમાં વિદેશથી પરત આવેલા ત્રણ લોકો સંક્રમિત જોવા મળ્યા છે. તેઓ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચો ;ગમખ્વાર અકસ્માત /  ચોટીલા દર્શને જતી કા૨નું ટાય૨ ફાટતા બે કા૨ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજયું

હરિયાણા અને નેશનલ કેપિટલ રિજન  નો પહેલો જિલ્લો બન્યો છે જેણે કોરોના સામે 100% રસીકરણ લક્ષ્ય હાંસલ કર્યું છે. અહીં 128 ટકા પાત્ર લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 100 ટકા પાત્ર લોકોને એન્ટી-કોરોનાવાયરસ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તે જ સમયે, રાજ્યમાં 99 ટકા આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ અને 97 ટકાએ બંને ડોઝ લીધા છે.

આ પણ વાંચો ;ગુજરાત /  હવે ધોરણ 10-12ના પરીક્ષા ફોર્મ તમે 26 ડીસેમ્બર સુધી ભરી શકાશો