Not Set/ હવે થી રાજયમાં નોન AC એસ.ટી. બસમાં 100 ટકા ક્ષમતા સાથે મુસાફરી કરી શકાશે

કોરોના કેસ ઘટતા હવે  BRTSની સેવા ફરીથી શરુ કરવામાં આવી છે. તેમજ  એસ.ટી. બસ પણ શરૂઆત માં બંધ કરવામાં આવી હતી .

Gujarat Others
Untitled 157 હવે થી રાજયમાં નોન AC એસ.ટી. બસમાં 100 ટકા ક્ષમતા સાથે મુસાફરી કરી શકાશે

સમગ્ર રાજય માં  કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનાક જોવા મળી હતી . કોરોના ની આ બીજી લહેર માં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા હતા . આ બીજી લહેર ને કાબુ માં લાવવા સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. વધતા જતા સંક્ર્મણને લીધે રાજય માં મીની લોકડાઉન  લગાવી દેવામાં આવ્યું હતું . હવે કોરોના કેસ ઘટતા  સરકાર  દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે . ગુજરાત ના ૮ મહાનગર પાલિકા સિવાય બાકીના બધા શહેરોમાં રાત્રી કર્ફ્યું હટાવી લેવામાં આવ્યું છે . તેમજ  લગ્ન પ્રસંગોમાં ૧૫૦ વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે . સ્વિમિંગ પાર્ક પણ શરુ કરવામાં આવ્યા છે. વધતા જતા સંક્રમણને લઈને BRTS  બસ બંધ કરવામાં આવી હતી.

કોરોના કેસ ઘટતા હવે  BRTSની સેવા ફરીથી શરુ કરવામાં આવી છે. તેમજ  એસ.ટી. બસ પણ શરૂઆત માં બંધ કરવામાં આવી હતી . જે થોડા દિવસ પહેલા જ  ૫૦ ટકા કેપેસીટી થી ચાલુ કરવામાં આવ્યું હતું . કોરોના કેસ ઘટતાએસ.ટી.  નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે  જેમાં હવે નોન AC એસ.ટી. બસ 100 ટકા ક્ષમતા સાથે શરૂ થશે. લોકો હવે સરળતાથી મુસાફરી કરી શકશે .