Ahmedabad/ શહેરનાં આ વિસ્તારમાંથી PCB એ દારૂની હેરાફેરીનું ષડયંત્ર ઝડપ્યું

અમદાવાદ શહેરમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ત્યારે હવે નિકોલ વિસ્તારમાંથી પીસીબીને દારૂની હેરાફેરીનું ષડયંત્ર બહાર લાવવામાં સફળતા મળી છે.

Ahmedabad Gujarat
qaweds 16 શહેરનાં આ વિસ્તારમાંથી PCB એ દારૂની હેરાફેરીનું ષડયંત્ર ઝડપ્યું

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ત્યારે હવે નિકોલ વિસ્તારમાંથી પીસીબીને દારૂની હેરાફેરીનું ષડયંત્ર બહાર લાવવામાં સફળતા મળી છે. પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, લોડિંગ ટેમ્પામાં છુપાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે.

જેના આધારે મળેલી બાતમીનાં હકીકત મુજબ નિકોલ વિસ્તારમાં કે.પી.રેસીડન્સીનાં પાર્કિંગમાંથી વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે લોડિંગ ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતા આરોપી ફરાર થઈ ગયા હતા. જેથી PCB પોલીસે આરોપી નટવર પટેલ અને જીગર પટેલને વોન્ટેડ જાહેર કરી ધરપકડની કવાયત હાથ ધરી છે. પીસીબીએ હાલ કુલ રૂપિયા 3 લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી.

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની 60 વર્ષ જૂની કેન્ટીનને અપાશે નવું સ્વરૂપ, દોઢ મહિનામાં કામ થશે પૂર્ણ

ટ્રાફિક નિયમ: હવે યમરાજ શિખવશે ટ્રાફિકનાં નિયમો – સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે નવતર પ્રયોગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…