Vaccination/ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

અમદાવાદ જિલ્લામાં ત્રણ દિવસ માટે ફ્રંટલાઇન કોરોના વોરીયર્સ માટે કોરોના રસીકરણનો શુભારંભ થયો છે.

Ahmedabad Gujarat
police attack 67 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

અમદાવાદ જિલ્લામાં ત્રણ દિવસ માટે ફ્રંટલાઇન કોરોના વોરીયર્સ માટે કોરોના રસીકરણનો શુભારંભ થયો છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે કાર્યરત કોરોના રસીકરણ કેન્દ્રમાં મોખરાના પોલીસ કર્મીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ વેક્સિન મૂકાવી સલામતીનો સંદેશ પાઠવ્યો હતો.

police attack 68 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

અમદાવાદ જિલ્લામાં કોરોના સામેની લડતમાં જેઓએ શહેરનું સુકાન પદ સંભાળ્યુ એવા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર  સંજય શ્રીવાસ્તવ જેવા મોખરાની હરોળના કોરોના યોદ્ધા તરીકે કોરોનાની રસી મૂકાવીને પ્રજાજનોમાં સલામતીનો સંદેશ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ઉપરી હરોળના પોલીસ કર્મીઓએ પણ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવીને અન્ય પોલીસ કર્મીઓમાં કોરોના રસીકરણ માટે ઉત્સાહ વધાર્યો હતો.

police attack 69 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં પોલીસ જવાનો પોતોના ગણવેશમાં સજ્જ થઇને પ્રજાજનોની સેવામાં તહેનાત થવા માટે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવવા સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વેક્સિન મેળવીને વધુ સારી રીતે શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે અને કોરોના સામેની લડતને હકારાત્મક પરિણામ સુધી પહોંચાડવા માટે પ્રતિજ્ઞાબધ્ધ થયા હતા. અમદાવાદ સમગ્ર જિલ્લામાં 3 દિવસ ચાલનારા કોરોના રસીકરણના મહાઅભિયાનમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 16 સાઇટ કોરોના રસીકરણ માટે નક્કી કરવામાં આવી છે . જેમાં અમદાવાદ ગ્રામ્યના પોલીસ કર્મીઓ, પંચાયત વિભાગના કર્મીઓ, રેવન્યુ સ્ટાફ, નગરપાલિકાના સ્ટાફ મિત્રોને કોરોના રસીકરણ આપીને સુરક્ષા કવચથી સજ્જ કરવા માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.. કોરોન રસી લેવામાં ઘબરાવવાની કે રસી અંગે કોઇ શંકા રાખવાની જરૂર નથી.

police attack 70 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્વરશ્રી સંજય શ્રી વાસ્તવે કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવીને પોલીસ કર્મીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા દાખલો બેસાડ્યો હતો. પોલીસ કમિશ્નરશ્રીએ રસી લીધા બાદ પોલીસ કર્મીઓ અને અમદાવાદ શહેરજનોને કહ્યુ કે કોવિશિલ્ડ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાધ મને કોઇપણ જાતની આડઅસર વર્તાઇ રહી નથી આ વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે. કોરોના સામેની લડતમાં વેક્સિન જરૂરી હથિયાર સમી કોરોના વેક્સિનનો ડોઝ દરેક પોલીસ કર્મીએ લેવો જ જોઇએ. આગામી ત્રણ દિવસોમાં મહત્તમ પોલીસ કર્મીઓને વેક્સિન આપી તેમને સુરક્ષિત કરવાના અમારા પ્રયત્ન છે.

police attack 71 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ કોરોના રસીકરણના મહાઅભિયાનમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, નિષ્ણાંત તબીબો, મોટી સંખ્યામાં કોરોના રસી લઇ રહેલા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો