Rajkot Fire Tragedy/ રાજ્યમાં FSO ટ્રેનિગનો નિયમ ફક્ત કાગળ પર

રાજકોટ ગેમિંગ ઝોન ફાયર ટ્રેજેડીએ અનેક સવાલો સર્જયા છે. તેમા એક સવાલ એ છે કે રાજ્યના રહીશો આગની દુર્ઘટના સામે કેટલા સજાગ છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 05 28T153922.082 રાજ્યમાં FSO ટ્રેનિગનો નિયમ ફક્ત કાગળ પર

Ahmedabad News: રાજકોટ ગેમિંગ ઝોન ફાયર ટ્રેજેડીએ (Rajkot Gaming Zone Fire Tragedy) અનેક સવાલો સર્જયા છે. તેમા એક સવાલ એ છે કે રાજ્યના રહીશો આગની દુર્ઘટના સામે કેટલા સજાગ છે. દરેક રાજ્યની મ્યુનિસિપાલિટી દ્વારા રહેણાક, કોમર્સિયલ વિસ્તારોમાં આગને લઈને કેવી તાલીમ આપવામાં આવી છે.  વાસ્તવિકતા તો એ છે કે એફએસઓ ટ્રેનિંગનો નિયમ ફક્ત કાગળ પર છે અને ફાયર સર્વિસ ઓફિસર ટ્રેનિંગ નિયમ પણ ફક્ત કાગળ પર જ જોવા મળ્યો છે.

રાજકોટમાં લાગેલી આગમાં સ્પષ્ટપણે સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે આગ બૂઝાવવાનો પ્રયત્ન થયો ન હતો એવું ન હતુ, પરંતુ એક જણ તો આગ બૂઝાવવાના બાટલાનો ચોક પણ ખોલતા સંઘર્ષ કરતો રીતસરનો દેખાય છે. આ બતાવે છે કે કોર્પોરેશન દ્વારા એફએસઓ તાલીમ જેવું કશું લોકોને અપાતું નથી. જો આ આગ લાગી તેને બૂઝાવનારા લોકો પૂરી તાલીમ પામેલા હોત તો આ આગ આટલી ઝડપથી પ્રસરી ન હોત અને મોટી દુર્ઘટના બનતાં અટકી ગઈ હોત.

રાજકોટ મ્યુનિસિપાલિટીના તંત્રએ અગ્નિશામનની તાલીમને લઈને ગંભીર અભિગમ અપનાવ્યો હોત તો આજે આ 32 વ્યક્તિઓ લાશો થઈ ન હોત. આજે લોકોને ખબર જ નથી કે ફાયર સેફ્ટીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો. રહેણાકના બહુમાળી બિલ્ડિંગમાં રહેતા લોકો માટે તાલીમની કોઈ જોગવાઈ નથી. ફાયર સેફ્ટી સાધનોને લઈને કોઈ તાલીમ નથી. લોકોને ફાયર સેફ્ટી સાધનોના ઉપયોગની ખબર જ નથી.

રાજકોટની ઘટનાના પગલે સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપાલિટીઓ ફાયર ટ્રેનિંગનું મોટાપાયા પર આયોજન કરે તેવી માંગ વેગ પકડી રહી છે. આ તાલીમ પાછી ખરેખર અપાવવી જોઈએ, ફક્ત કાગળ પર આપી ન જોઈએ. આ પ્રકારની દુર્ઘટનાનો ભોગ બનતા રોકવા માટે લોકોને તાલીમ આપવાનો સમય આવી ગયો છે. તાલીમ હવે નહીં તો પછી ક્યારે અપાશે. આ તાલીમ માટે આપણે રાજકોટ કરતાં પણ મોટી દુર્ઘટના થાય ત્યાં સુધી રાહ જોઈશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંજૂરી, આ કઈ બલા છે, રાજ્યભરમાં અનેક થિયેટરો અને મોલ લાક્ષાગૃહ સમાન

આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ માસ્ટરમાઇન્ડ પ્રકાશ હીરણ ગાયબ

આ પણ વાંચો: TRP ગેમઝોન મામલે સરકારનું કડક વલણ અધિકારીઓ પર તવાઈ, બદલી અને સસ્પેન્ડના આદેશ

આ પણ વાંચો: કોણ છે રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા? અગ્નિકાંડ બાદ મળી જવાબદારી