રણનીતિ/ G 7 દેશો તાલિબાનોની 31 ઓગસ્ટે ખાલી કરવાની ધમકી મામલે કઇ રણનીતિ બનાવી જાણો

બાઇડેનને કહ્યું કે  G 7 દેશો અમારી સાથે ઉભા છે તાલિબાનોના વલણના આધારે અમે નક્કી કરીશું કે અમારે આગામી નિર્ણય શું લેવો.

Top Stories
G 7

વિશ્વની સાત વિકસિત અર્થવ્યવસ્થાઓમાં હાજરી ધરાવતી શક્તિશાળી  G 7 સંસ્થાએ કહ્યું કે તેઓ 31 ઓગસ્ટની સમયમર્યાદા સુધીમાં કાબુલ એરપોર્ટ ખાલી કરશે નહીં પરંતુ તાલિબાનોએ હજુ પણ જે લોકો બહાર નીકળવા ઇચ્છતા અફઘાન નાગરિકોને સલામત માર્ગ આપવો પડશે.આ માહિતી આપતા બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોનસને કહ્યું કે તમામ દેશોએ તાલિબાન સાથેના કોઈપણ સંપર્કની આ પ્રથમ શરત ગણી છે. સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અફઘાનિસ્તાનને તાલિબાનના સહયોગથી જ સમય મર્યાદામાં ખાલી કરી શકાય છે.તેમના વલણ બાદ આગામી રણનીતિ નક્કી થશે

જોનસને  કહ્યું કે સંસ્થાની વર્ચ્યુઅલ મીટિંગમાં દરેક વ્યક્તિ તાલિબાન સાથે વ્યવહાર કરવાની યોજના પર સંમત થયા. તેમણે કહ્યું કે, અમે ખાલી કરાવવાને સંયુક્ત અભિગમ બનાવવા માટે જ સંમત થયા નથી, પરંતુ તાલિબાન સાથે કેવી રીતે જોડાવું તે અંગેના રોડમેપ પર પણ સંમત થયા છીએ. તેમણે કહ્યું કે, 31 ઓગસ્ટની સમયમર્યાદા બાદ પણ કેટલાક (તાલિબાનો) અફઘાન નાગરિકોને બહાર જવાની પરવાનગી આપવાની શરત સ્વીકારશે નહીં. પરંતુ મને લાગે છે કે કેટલાક લોકો આના ફાયદાને સમજશે, કારણ કે જી -7 સાથે જોડાણના મહાન આર્થિક, રાજદ્વારી અને રાજકીય લાભો છે.

જોનસને કહ્યું, અમે નક્કી કર્યું છે કે અફઘાનિસ્તાન ફરી આતંકવાદનો દેશ ન બની શકે, અફઘાનિસ્તાન નાર્કો દેશ ન બની શકે, છોકરીઓએ 18 વર્ષની ઉંમર સુધી શિક્ષણ મળવવું જોઇએ.

તાલિબાનોના સંકટ ના નિરાકરણ માટે અમેરિકા તેના સૈનિકોે ત્યાં રાખવાની સમયમર્યાદા વધારવાની વાતથી ઇકાર કરતાં જી 7 દેશોના  ઘણા નેતાઓઅ નારાજગી જાહેર કરી હતી. યુએસ પ્રમુખ જો  બાઇડેન કહ્યું કે અમે 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જો તાલિબાન સહકાર આપે અને જે લોકો એરપોર્ટ સુધી પહોંચવા માંગતા હોય તેમને રોકવામાં ન આવે અને અમારા ઓપરેશનમાં કોઈ અવરોધ ન આવે .જો બાઇડેનને કહ્યું કે  G 7 દેશો , ઇયુ, નાટો અને સંયુક્ત રાષ્ટ્ર તાલિબાન સામે અમારા વલણ સાથે ઉભા છે. તેઓ શું કરે છે તે અમે જોઈશું અને તેના આધારે આગળનો નિર્ણય લઈશું. અમે તાલિબાનનું વર્તન જોયા બાદ જ ભવિષ્યની રણનીતિ પર કામ કરીશું.

કોરોના અપડેટ / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 હજાર કેસો ,કેરળની સ્થિતિ વિસ્ફોટક