gadhada/ નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ, પરંતુ ભાજપની રેલીમાં ખુલ્લેઆમ મીઠાઈનું વિતરણ ચાલુ

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીની સભામાં આજ રોજ મીઠાઈના બોક્સ વહેચવામાં આવ્યા છે. શું ચૂંટણી સભામાં મીઠાઈ  વહેચાવાથી કોરોના નાશ થાય છે

Gujarat Others
rupal 16 નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ, પરંતુ ભાજપની રેલીમાં ખુલ્લેઆમ મીઠાઈનું વિતરણ ચાલુ

વૈશ્વિક મહામારી કોરોનાએ ગુજરાતમાં કાળો કહેર વરસાવ્યો છે. રાજ્યમાં કોરોના ગ્રસ્ત નો  આંક સતત વધી રહ્યો છે. અને કુલ સંક્રમીતોની સંખ્યા ૧લાખ ૬૪ હાજર ને પાર કરી ચુકી છે. ત્યારે સમગ્ર દેશ સહીત ગુજરાતમાં પણ વિવિધ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. લોકો ઘરમાં બેસીને તહેવારોની ઉજવણી કરી રહી છે.  ત્યારે ગુજરાતીઓનો સૌથી લાંબો અને મોટો તહેવાર એટલે કે નવરાત્રી હાલમાં ચાલી રહ્યો છે. તેમાં પણ સરકારે ગરબા ગાવા અને પ્રસાદ વિતરણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

gujarat: રાજ્યના જીએએસ કેડરના વર્ગ 1 અધિકારીઓને મળી બઢતી……

ત્યારે ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીની સભામાં આજ રોજ મીઠાઈના બોક્સ વહેચવામાં આવ્યા છે. શું ચૂંટણી સભામાં મીઠાઈ  વહેચાવાથી કોરોના નાશ થાય છે. તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈઓ રહ્યા છે. ગઢડા બેઠક ઉપર પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજ રોજ ગુજરાત ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. અને ગઢડા બેઠક ઉપર સભા યોજી હતી.

Cricket: મહાન ભારતીય ક્રિકેટર કપિલદેવને આવ્યો હાર્ટએટેક…

Jammu Kashmir: મહેબૂબાએ કહ્યું- હું કલમ 37૦ની પુન:સ્થાપના ના થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી લડીશ નહી…

ગઢડા શહેરમાં આવેલ પીટીસી કોલેજમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કેબીનેટ મંત્રી વિભાવરી દવે  અને સાંસદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત હતા . નવરાત્રિમાં માતાજીના પ્રસાદ પર પ્રતિબંધ પરંતુ ભાજપએ નિયમો નેવે મૂકી ને સભા બાદ મીઠાઈના બોક્સનું વિતરણ કર્યું હતું.