બોટાદ/ ગઢડા ગોપીનાથજી મંદિરમાં મંગળા આરતી કરવા જતા મંદિરના દ્વાર ન ખુલ્યા, બારી તોડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી દ્વાર ખોલાયા

ગઢડા ગોપીનાથજી મંદિરમાં મંગળા આરતી કરવા જતા મંદિરના દ્વાર ન ખુલ્યા, બારી તોડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી દ્વાર ખોલાયા

Top Stories Gujarat Others
KUTCH 3 ગઢડા ગોપીનાથજી મંદિરમાં મંગળા આરતી કરવા જતા મંદિરના દ્વાર ન ખુલ્યા, બારી તોડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી દ્વાર ખોલાયા

ગઢડા ગોપીનાથજી મંદિર હંમેશાથી વિવાદમાં ઘેરાયેલું રહ્યું છે. વળી આ મંદીરમાં વધુ એક અલૌકિક ઘટના સામે આવી છે. અને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.  વહેલી સવારે મંગલા આરતી સમયે મંદિરના દ્વાર ખોલવા જતા અનેક પ્રયાસો છતાંય મંદિરના દ્વારા ખુલ્યા ના હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોપીનાથજી મંદિરમાં ગઈકાલે 12 જુલાઈને અષાઢી બીજના દિવસે મંદિરનો મુખ્ય દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. અનેક પ્રયાસો છતાય મંદિરનો દરવાજો ખુલી રહ્યો ના હતો. મંદિરના દરવાજા ન ખૂલતા મંદિરના શિખર પર જઈને બારી તોડી મંદિરના દરવાજા ખોલ્યા હતા. તો બીજી બાજુ ભગવાને ચમત્કાર કર્યો તેવુ સોશિયલ મીડિયામાં ફોટા અને પોસ્ટ વાઈરલ થતા હરિભકતો પણ મૂંઝવણમાં મૂકાયા છે.

દરવાજો અંદરથી લોક થઇ જતા શિખર ઉપરની બારી તોડી દરવાજો ખોલવામાં આવ્યો હતો. જેને કારણે ભગવાનની મંગળા આરતીમાં પણ મોડુ થયું હતું. અને આશરે 1 કલાક મોડી આરતી કરવામાં આવી હતી. 5.૩૦ ના સ્થાને સવરે 6.૩૦ વાગ્યે મંદિરમાં આરતી કરવામાં આવી હતી.

આ વિશે ગોપીનાથજી મંદિરના ચેરમેન અને દેવપક્ષના હરિજીવનસ્વામીએ જણાવ્યું હતું કે, દરવાજામાં જૂની પધ્ધતિ પ્રમાણે ઓટોમેટિક આંગળીયો ફીટ કરેલો છે. જે અમુક પધ્ધતિથી દરવાજો લોક કરવામાં ના આવે તો આપોઆપ અંદરથી લોક થઈ જાય તેવી સિસ્ટમ છે. આ માટે કામ કરનારની ભૂલના કારણે દરવાજો લોક થઈ ગયો હતો. વહેલી સવારે એક સેવકને શિખર પાસેની બારી તોડી પ્રવેશ કરાવી દરવાજો ખોલી મંગળા આરતી કરવામાં આવી હતી.