gambling/ જાહેરમાં જુગાર રમતાં પત્તાપ્રેમીઓ ને ઝડપી પાડતી કેશોદ પોલીસ….

કેશોદના ધમધમતા વિસ્તારમાં જુગાર રમતાં ચાર મહિલા અને બે પુરુષો ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેરમાં પટેલ રોડ પર આવેલા સુતારવાવ ચોક પાસે ગલીમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં કુંડાળું કરીને જુગાર રમતાં પતાપ્રેમીઓ ઝડપાયાં છે.

Gujarat Others
godhara 9 જાહેરમાં જુગાર રમતાં પત્તાપ્રેમીઓ ને ઝડપી પાડતી કેશોદ પોલીસ....

@ચેતન પરમાર, કેશોદ 

કેશોદના ધમધમતા વિસ્તારમાં જુગાર રમતાં ચાર મહિલા અને બે પુરુષો ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેરમાં પટેલ રોડ પર આવેલા સુતારવાવ ચોક પાસે ગલીમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં કુંડાળું કરીને જુગાર રમતાં પત્તાપ્રેમીઓ ઝડપાયાં છે.

કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.હેડ કોન્સ્ટેબલ બહાદુરસિંહ ભલગરીયા, ભાવસિંહ સીસોદીયા,કનકભાઈ સીસોદીયા, દિલીપભાઈ પરમાર અને કોમલબેન ડાંગર દ્વારા સાંજના સુમારે ૭-૪૫ કલાકે રેડ કરતાં જાહેરમાં જુગાર રમતાં નિમુબેન નામુભાઈ દયાતર,વનીતાબેન લલીતભાઈ ગોહેલ, જયોતીબેન અમરદાસ મેસવાણીયા,રૂપીબેન લખુભાઈ દાસા, નીલેશભાઈ લખુભાઈ દાસા, વિજયભાઈ સુરેશભાઈ મેઘનાથી ને રોકડા રૂપિયા ૭૪૫૦/- સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…