Accident/ થરાદના રાણકપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત

ગુજરાતમાં અકસ્માતનો બનાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વાહનચાલકો ટ્રાફિક નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે.

Top Stories Gujarat
tharad accident
  • થરાદ રાધનપુર નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત
  • રાણકપુર નજીક કારને નડ્યો અકસ્માત
  • કારને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક ફરાર
  • ગંભીર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત
  • ચારેય મૃતકો કાંકરેજના ઉણ ગામના હોવાનું સામે આવ્યું
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

  tharad accident :    ગુજરાતમાં અકસ્માતનો બનાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વાહનચાલકો ટ્રાફિક નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. થરાદ રાઘનપુર નેશનલ હાઇવે (rathanpur national highway)    પાસેથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થરાદના રાણકપુર પાસે નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  થરાદના રાણકપુર પાસે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના ઘટસ્થનાળે મોત નિપ્જયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર થરાદ પાસે રાણકપુર નજીક  એક કારને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા આ અકસ્માત સર્જોયો હતો અને આ કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા છે. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને સતવ્રે પોલીસને જાણ કરી હતી પોલીસ (POlice) ઘટનાસ્થલે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી જે લોકો ઘાયલ હતા તેમને નજીકનીૂ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં જે ચાર લોકોના મોત નિપજયા છે તે કાંકરેજના ઉણ ગામના હોવાનું સામે આવ્યું છે, તેમના સંબધીઓને જાણ કરી દેવામાં આવી છે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, પોલીસ હાલ સીસીટીવી કેમેરાની(cctv) તપાસ કરીને પુરાવો ભેગી કરી છે અને આજુબાજુના લોકોને આ અકસ્માત અંગે પુછપરછ કરી રહી છે. પોલીસે આ અજાણ્યા વાહનચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સઘન ચેકીંગ પણ હાથ ધરી છે. આ વાહનચાલકને પકડવા માટે પોલીસ સક્રીય થઇ ગઇ છે.

ચેતવણી/ક્રિસમસ પર બાળકોને સાન્તાક્લોઝ બનાવવામાં આવશે તો VHPએ શાળાઓને આપી આ ચેતવણી

Medical Studies / હિન્દી બાદ હવે આ ભાષામાં પણ મેડિકલ અભ્યાસની થઇ માંગ,નાણા મંત્રીએ આપ્યું સમર્થન,જાણો

વિકાસ યાત્રા/આ રાજ્યમાં ભાજપ 1 થી 15 ફેબ્રુઆરી સુધી વિકાસ યાત્રા નીકાળશે!