Not Set/ ગાંધીધામ/ 11 લાખની આંગડિયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલતી ગાંધીધામ પોલીસ

ગાંધીધામના બાબુલાલ આંગડિયા પેઢીમાંથી થયેલી 11 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ગાંધીધામના એક શખ્સ સહિત રાધનપુરના ત્રણ ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી 80 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સમગ્ર  બનાવની વિગતે વાત કરીએ તો આરોપીઓએ બાબુલાલના માથામાં મુક્કા મારી-ગળું દબાવી તેમને બેભાન કરી દીધા હતાં. અને ત્યારબાદ તેઓએ ઑફિસની તીજોરી અને પ્લાસ્ટિકની […]

Gujarat Others
seven sisters 1 ગાંધીધામ/ 11 લાખની આંગડિયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલતી ગાંધીધામ પોલીસ

ગાંધીધામના બાબુલાલ આંગડિયા પેઢીમાંથી થયેલી 11 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ગાંધીધામના એક શખ્સ સહિત રાધનપુરના ત્રણ ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી 80 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સમગ્ર  બનાવની વિગતે વાત કરીએ તો આરોપીઓએ બાબુલાલના માથામાં મુક્કા મારી-ગળું દબાવી તેમને બેભાન કરી દીધા હતાં. અને ત્યારબાદ તેઓએ ઑફિસની તીજોરી અને પ્લાસ્ટિકની ટોપલીમાં રહેલી 10 લાખ 72 હજાર 615 રૂપિયાની રોકડ રકમ, 10 હજારનો મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ ભરેલાં કાળા રંગના થેલાને લૂંટી ફરાર થઇ ગયાં હતાં. પરંતુ ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે તપાસ તેજ કરી રાધનપુરથી આરોપીઓને દબોચી લીધા હતાં.

ગાંધીધામના બાબુલાલ આંગડિયા પેઢીમાં ગત રોજ થયેલી 11 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે ગાંધીધામના એક શખ્સ સહિત રાધનપુરના ત્રણ ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી 80 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે .

આંગડિયા પેઢીમાં લૂંટ કરનાર છથી સાત યુવકોની ટોળકી રાધનપુરની હતી.બે જણાં રાધનપુર આંગડીયું કરવું છે તેમ કહી પ્રવેશ્યાં હતા. આંગડીયા પેઢીના સંચાલક બાબુલાલ મહાદેવભાઈ પ્રજાપતિ પોતે પણ રાધનપુર બાજુના વતની છે.આરોપીઓએ લૂંટ ચલાવવા માટે બાબુલાલને છરી મારવા પ્રયાસ કર્યો હતો. બાબુલાલે હાથ આડો કરી દેતાં છરી ટચલી આંગળીમાં વાગી હતી. બીજાએ બાબુલાલના માથામાં મુક્કા મારી-ગળું દબાવી દેતાં બાબુલાલ બેભાન થઈ ગયાં હતા. ત્યારબાદ તેઓ ઑફિસની તીજોરી અને પ્લાસ્ટિકની ટોપલીમાં રહેલી 10 લાખ 72 હજાર 615 રૂપિયાની રોકડ રકમ, 10 હજારનો મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ ભરેલાં કાળા રંગનો થેલો લૂંટી નાસી છૂટ્યાં હતા.હોશમાં આવ્યા બાદ બાબુલાલે લૂંટ થઈ હોવાની પોલીસને જાણ કરી હતી. પોલીસે બાબુલાલ પાસેથી પ્રાથમિક માહિતી મેળવવા પ્રયાસ કર્યો ત્યારે બાબુલાલે આરોપીઓ રાધનપુર બાજુના હોવાનું જણાવ્યું હતું. આરોપીઓના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હતા પરંતુ તેઓ સ્થાનિક ના હોઈ પોલીસ ગોથાં ખાતી હતી. પરંતુ, પોલીસે રાધનપુરની લાઈન પર તપાસ શરૂ કરી દીધી હતી.

દરમિયાન, એસઓજીના એએસઆઈ રમજુભાઈને સીસીટીવીમાં દેખાતો ઊંચો, પાતળો, દાઢીધારી યુવક રાધનપુરનો હિસ્ટ્રીશીટર પંકજ ડોંગરે (ભીલ) હોવાની બાતમી મળી હતી. ત્યારે એસપી પરીક્ષિતા રાઠોડે બે પીએસઆઈને રાધનપુર રવાના કર્યાં હતા. તો  રાધનપુર પોલીસે માર્ગો પર વૉચ ગોઠવી દીધી હતી. દરમિયાન, રાધનપુર પોલીસને પણ બાતમીદારો પાસેથી વધુ માહિતી મળી હતી કે પંકજની સાથે કૌશિક પટેલ (ચૌધરી), મહેશ રબારી અને અન્ય 3 યુવકો સફેદ રંગની અર્ટીકા કાર સાથે આગલા દિવસે જ રાધનપુરથી ગાંધીધામ ગયા હતા. કચ્છ પોલીસે ગાંધીધામથી રાધનપુર જતા રસ્તે આરોપીઓનું પગેરું દબાવતા ભચાઉ-રાપર રોડ પરથી બીનવારસી થેલો મળી આવ્યો હતો. બીજી તરફ, આરોપીઓ રાધનપુર પહોંચ્યા કે રસ્તામાં વૉચમાં રહેલી પોલીસે તેમને દબોચી લીધા હતા.

રાધનપુર પોલીસે પંકજ ડોંગરે, મહેશ રબારી અને કૌશિક પટેલ (ચૌધરી)ને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં ગાંધીધામના મુકેશ દેસાઈનું નામ ખુલતાં પોલીસે અહીંથી તેને દબોચી લીધો હતો. આરોપીઓ પાસેથી રાધનપુર પોલીસે 82 હજારની રોકડ રકમ કબ્જે કરી છે.લૂંટનો માસ્ટરમાઈન્ડ મુકેશ શિવાભાઈ દેસાઈ છે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી અન્યોને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.