Not Set/ મહારાષ્ટ્ર/ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીને લગતા જમીન સોદા કેસમાં નામ ઉછળતા પ્રફૂલ પટેલે કહ્યું આવું

મહારાષ્ટ્રમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે. અને બરાબર તેવા જ સમયે વિરોધ પક્ષો પર એક બાદ એક તલવાર લટકતી જોવામા આવી રહી છે. કોંગ્રેસ દ્વારા હાલમાં જ EC ની મુલાકાત લઇ કોંગ્રેસનાં એકાઉન્ટન્ટ્સના ઘરોમાં આયકર વિભાગની રેડનો દોર ચાલું હોવાનાં મામલે સરકાર પર કિન્નાખોરીનાં આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હતી. તો મહારાષ્ટ્રમાં પણ […]

India
praful patel મહારાષ્ટ્ર/ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીને લગતા જમીન સોદા કેસમાં નામ ઉછળતા પ્રફૂલ પટેલે કહ્યું આવું

મહારાષ્ટ્રમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે. અને બરાબર તેવા જ સમયે વિરોધ પક્ષો પર એક બાદ એક તલવાર લટકતી જોવામા આવી રહી છે. કોંગ્રેસ દ્વારા હાલમાં જ EC ની મુલાકાત લઇ કોંગ્રેસનાં એકાઉન્ટન્ટ્સના ઘરોમાં આયકર વિભાગની રેડનો દોર ચાલું હોવાનાં મામલે સરકાર પર કિન્નાખોરીનાં આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હતી. તો મહારાષ્ટ્રમાં પણ વિરોધ પક્ષનાં મોટા નેતા પર લટકતી તલવાર જોવામાં આવી રહી છે. અને આવા જ મામલામાં NCP નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રફૂલ પટેલનું નામ હાલ ચર્ચામાં આવી ગયું છેે.

આપને જણાવી દઇએ કે હાલમાં જ NCP નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રફૂલ પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાઉદના સહાયક સ્વર્ગસ્થ ઇકબાલ મિર્ચી સાથે જોડાયેલા પૈસાની લેતીદેતી અને મિલકતો મામલે 18 ઓક્ટોબરના રોજ ED સામેે હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે. તો આજે પ્રફૂલ પટેલનું નામ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીને લગતા જમીનનાં સોદામાં હોવાનું માધ્યમ રિપોર્ટમાં ચર્ચાતા ફરી આ મામલે આગ ઉઠી રહી છે.

સમગ્ર મામલેને જોતા અને હાલ મહારાષ્ટ્રમાં ચૂંટણી માહોલ હોવાને ધ્યાને રાખી આ મામલે NCP નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રફૂલ પટેલ દ્વારા તુરંતમાં જ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવી હતી. માધ્યમો સામે NCP નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રફૂલ પટેલે કહ્યું હતું કે, આ ફક્ત સનસની ફેલાવતા – સટ્ટાકીય નિવેદનો અને દસ્તાવેજો છે જેને મીડિયામાં લીક કરવામાં આવ્યા છે. સ્વાભાવિક છે કે, હાલ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીને લગતા જમીનના સોદાનો મામલો અને તમામ દસ્તાવેજો બધું જ મુંબઈ હાઈકોર્ટનાં કોર્ટ રીસીવર પાસે છે. અમે ક્યાંય પણ સીધી રીતે મિલકતની સંભાળ રાખતા નથી અને ન તો અમારા પર કોઇ સીધો આરોપ કે આક્ષેપ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.