Not Set/ ધારાસભ્યોના પગાર વધારાનું બિલ મંજૂર, 7માંથી કુલ 5 બિલ થયા મંજૂર

ગાંધીનગર, પોતાના પગાર વધારાને લઈને અસમંજસમાં પડેલા ધારાસભ્યોને રાહત થઈ છે અને તેમના પગાર વધારાાનું અટાવાયેલું બિલ મંજૂર કરવામાં આવ્યું છે. રાજપાલ ઓ પી કોહલીએ આ બિલને મંજૂરી આપી છે.આ સાથે જ કુલ 7માંથી 5 બિલોને મંજૂરી અપાઈ છે. આ પહેલા 4 બિલ મંજૂર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે વિધાનસભામાં ૧૮-૧૯ સપ્ટેમ્બરે ૭ સુધારા […]

Top Stories Gujarat Videos
mantavya 265 ધારાસભ્યોના પગાર વધારાનું બિલ મંજૂર, 7માંથી કુલ 5 બિલ થયા મંજૂર

ગાંધીનગર,

પોતાના પગાર વધારાને લઈને અસમંજસમાં પડેલા ધારાસભ્યોને રાહત થઈ છે અને તેમના પગાર વધારાાનું અટાવાયેલું બિલ મંજૂર કરવામાં આવ્યું છે. રાજપાલ ઓ પી કોહલીએ આ બિલને મંજૂરી આપી છે.આ સાથે જ કુલ 7માંથી 5 બિલોને મંજૂરી અપાઈ છે. આ પહેલા 4 બિલ મંજૂર કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે વિધાનસભામાં ૧૮-૧૯ સપ્ટેમ્બરે ૭ સુધારા વિધેયકો પસાર કરાયા હતા. જે પૈકીના ૪ને રાજ્યપાલે મંજૂર કર્યા હતા.જીએસટી વિધેયક, નગરપાલિકા સુધારા વિધેયક અને બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિધેયકને રાજ્યપાલે મંજૂર કર્યા હતા. ચેન સ્નેચિંગના ગુનામાં 10 વર્ષની સજાની જોગવાઈ સૂચવતું વિધેયક અને ગુજરાત માલિકી ફ્લેટ અધિનિયમન સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યા છે.

જ્યારે સૌથી વિવાદાસ્પદ રહેલા ધારાસભ્યોના પગાર- ભથ્થામાં વધારો સુચવતુ બિલ રાજ્યપાલે પોતાની સમક્ષ વિચારણાધિન રાખ્યું હતું. આથી, સ્વમેળે પોતાનો પગાર વધારો મેળવી લેનારા ધારાસભ્યોની અકળામણ વધી ગઈ હતી. જો કે વિચાર કર્યા પછી રાજ્યપાલે આ બિલને મંજૂરી આપતા ધારાસભ્યો ખુશ ખુશ થઈ ગયા છે.

મહત્વનું છે કે રાજ્યના સંસદિય ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભાના એજન્ડામાં જાહેર કર્યા સિવાય અત્યંત ખાનગી રીતે ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધ વિપક્ષના નેતાઓના પગાર અને ભથ્થાને લગતા કાયદામાં સુધારો દાખલ કરવામાં આવ્યો હતો.

https://youtu.be/v7xhN3egST8

જેમાં ધારાસભ્યોના પગાર રૂ.૭૦ હજાર ૭૨૭થી વધારી રૂ.૧ લાખ ૧૬ હજાર ૩૧૬ અને મુખ્યમંત્રી, મંત્રીઓ સહિતના પદાધિકારીઓના પગાર રૂ.૮૬ હજાર ૮૦૪થી વધારીને રૂ.૧ લાખ ૩૨ હજાર ૩૯૫ કરવા તેમજ દૈનિક ભથ્થુ રૂ.૨૦૦થી વધારી રૂ.૧૦૦૦ સહિત ટેલિફોન બીલ, અંગત મદદનીશ- ટપાલ ખર્ચ જેવા ભથ્થાઓ વધારવા દરખાસ્ત રજૂ કરાઈ હતી..જે દરખાસ્તને  વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ સંમતિ આપી હતી…જો કે આ બિલ સામે ગુજરાતના નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો…