weapon/ રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા

રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા

Gujarat Others
punjab 17 રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમને રાજ્યમાં ૨૧ તારીખે યોજાનારી 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા અંગે જાણ કરી હતી. તેમણે કહ્યું કે, 3411 મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 287 સેકટર પોલીસ મોબ.ટિમ કાર્યરત રહેશે. 30 કમ્પનીઓ srp ની છે. 14 કમ્પની srp બહારથી બોલાવ્યા છે.

clarification / મધુ શ્રીવાસ્તવના પોલીસને ખિસ્સામાં રાખવા નિવેદન મુદ્દે  DGP આશિષ ભાટીયાની સ્પષ્ટતા, કહ્યું,…

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 88 ટકા હથિયારો એટલે 15 હજાર હથિયાર જમા થયા છે. રાજકીય રેલીઓમાં પણ કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ કાર્યવાહી થઇ છે. નાસતા ફરતા 1400 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

Political / ભાજપના પૂર્વ કોર્પોરેટરને બગાવતીસુર પડ્યા મોંઘા, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

મતદાન બાદ સ્ટોગ રૂમની વ્યવસ્થા અંગે તેમને જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રૂમમાં srp નો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અટકાયતી પગલાં માં 47હજાર જેટલા લોકો પર લીધા છે. 19 ફેબ્રુ. થી અત્યાર સુધી 25 કરોડ દારૂ (વાહન સાથે) જપ્ત કર્યો છે. રીઢા ગુનેગાર જે સજા પામેલા છે તેવા 70 લોકો ને પકડવામાં આવ્યા છે. 18હજાર લોકો ને વોરન્ટ ની બજવણી કરવામાં આવી છે.

કોરના રસીકરણ અંગે તેમણે જણાવ્યું હતું કે,  વેક્સીન લગાવવની કામગીરી ચાલુ છે. 90 ટકા પોલિસ જવાનો ને લગાવવામાં આવી છે.