Not Set/ ગાંધીનગર/ પૂર્વ નાણાંમંત્રી બાબુ મેઘજીએ એક્સ MLA ની બેઠક બોલાવી, પેન્શન મુદ્દે 27મીએ પ્રતિક ઉપવાસની ચીમકી

પૂર્વ નાણાંમંત્રી બાબુ મેઘજીએ આજરોજ ગાંધીનગર ખાતે એક્સ mla ની બેઠક બોલાવી હતો. છેલ્લા ઘણા સમયથી આ એક્સ MLA દ્વારા પોતાની માંગણીને લઈને મુખ્યમંત્રી ને પત્રો લખ્યા હતા પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જે અંગે તેમને આજ રોજ મીટીંગ બોલાવી હતી. ગુજરાત વિધાનસભાના 231 સભ્યો પેન્શન મળશે તેવી આશા સાથે બેઠા હતા. 27 તારીખે […]

Gujarat Uncategorized
બાબુ મેઘજી ગાંધીનગર/ પૂર્વ નાણાંમંત્રી બાબુ મેઘજીએ એક્સ MLA ની બેઠક બોલાવી, પેન્શન મુદ્દે 27મીએ પ્રતિક ઉપવાસની ચીમકી

પૂર્વ નાણાંમંત્રી બાબુ મેઘજીએ આજરોજ ગાંધીનગર ખાતે એક્સ mla ની બેઠક બોલાવી હતો. છેલ્લા ઘણા સમયથી આ એક્સ MLA દ્વારા પોતાની માંગણીને લઈને મુખ્યમંત્રી ને પત્રો લખ્યા હતા પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જે અંગે તેમને આજ રોજ મીટીંગ બોલાવી હતી.

ગુજરાત વિધાનસભાના 231 સભ્યો પેન્શન મળશે તેવી આશા સાથે બેઠા હતા. 27 તારીખે મોટી સંખ્યા માં ex mla ઉપસ્થિત રહેશે. આ અંગે બાબુ મેઘજી એ જણાવ્યું હતું કે, સરકાર સામે લડત નથી અમારી રજુવાત છે. 27 રાજ્યો માં આ એક્સ MLA ને આ તમામ લાભ મળે છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો ને પણ લાભ મળે છે.  આ મુદ્દે મુખ્યમંત્રી એ અમને મુલાકાત પણ આપી નથી. પેન્શન મુદ્દે લોકો નું ધ્યાન ખેંચવા 27 તારીખે પ્રતીક ઉપવાસ કરીશું.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, ST બસમાં મુસાફરી, સરકારી ગેસ્ટ હાઉસ માં પણ અન્યાય થાય છે, આરોગ્ય ની બાબતો પણ અમારી માંગણી છે. સરકારી ગેસ્ટ હાઉસમાં અમને મળવા લોકો આવતા હોય છે. સામાન્ય સગવડોમાં પણ અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે. મહેકમના પ્રમાણે સરકારી કર્મચારીઓ ને 50000 પગાર અને પેનશન મળે છે.

જે લોકો ને આવક હોય તેમને ભલે પેનશન ના આપો પણ જે જરૂરિયાત વાળા પૂર્વ ધારાસભ્ય છે તેમને  લાભ મળવો જોઈએ.

માધવસિંહ સોલંકીની સરકારમાં પેનશન મળતું હતું પણ અમે 9 ભાજપના MLA એ ના પાડી હતી. આ બિનરાજકીય સંગઠન છે.   અમે વયોવૃદ્ધ MLA  છીએ. અમારી ઓફિસ પાસે પાર્કિંગની સગવડ પણ આપવામાં આવતી નથી. અમે કુલે કુલ આશરે 550 જેટલા mla હતા. જેમાંથી હવે 231 મૃત્યુ પામ્યા છે. અને 329 હાલ જીવિત એક્સ MLA છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.