Breaking News/ ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર

રાજ્યના પાટનગર ગાંધીનગરના નવા મેયરનું નામ આજે જાહેર થઈ ગયું છે. ગાંધીનગરને આજે  મહિલા મેયર મીરા બેન પટેલ મળ્યા. મીરા બેન પટેલ વોર્ડ નં.10ના કોર્પોરેટર છે.

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 06 18T132327.926 ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર

Gandhinagar News :  રાજ્યના પાટનગર ગાંધીનગરના નવા મેયરનું નામ આજે જાહેર થઈ ગયું છે. ગાંધીનગરને આજે  મહિલા મેયર મીરા બેન પટેલ મળ્યા. મીરા બેન પટેલ વોર્ડ નં.10ના કોર્પોરેટર છે. તેઓ  કોબા વોર્ડમાંથી જીતીને કોર્પોરેટર બન્યા. આજે રાજધાનીના નવા મહિલા મેયરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ જાહેરાત કરવામાં આવી. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની પસંદગી કરાઈ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની નિમણૂંક કરવામાં આવી. વર્તમાન મેયર હિતેશ મકવાણાની મુદત પૂરી થઈ છે. આજે નવા મેયરના નામની જાહેરાત થવા સાથે મહિલા મેયરની ટર્મ આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

નવા મેયરની નિમણૂકને લઈને શાસક પક્ષની અંદર અનેક નામો ચર્ચામાં હતા, નામ તો ફાઇનલ થઈ જ ગયું હશે, પરંતુ અત્યાર સુધી તેઓને નામ છૂપુ રાખવામાં સફળતા મળી છે. આમ પણ શાસક પક્ષ ચોંકાવવા માટે જાણીતો છે. આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે.

ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની નિમણૂક થવાની છે તે પહેલા મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને તેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી અને નામ નક્કી કરવામાં આવ્યા હતા. આજે ગાંધીનગરને નવા મહિલા મેયર મળતા જ વિકાસની વાતોને કેટલો વેગ મળશે તે જોવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાપીમાં તસ્કરોનો આતંક, CCTV સામે આવ્યા

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મેઘરાજાની આગાહી

આ પણ વાંચો:  સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં 150 કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં