Gandhinagar/ ૧લિ માર્ચથી વિધાનસભાના બજેટ સત્રનો થશે પ્રારંભ, વિપક્ષ શાસકને ભીસમાં લેવામાં થશે સફળ ?

૧લિ માર્ચથી વિધાનસભાના બજેટ સત્રનો થશે પ્રારંભ, વિપક્ષ શાસકને ભીસમાં લેવામાં થશે સફળ ?

Gujarat Others Trending
Untitled 2 ૧લિ માર્ચથી વિધાનસભાના બજેટ સત્રનો થશે પ્રારંભ, વિપક્ષ શાસકને ભીસમાં લેવામાં થશે સફળ ?

આજ સોમવાર ૧લિ માર્ચથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે ગૃહમાં શોકદર્શક ઠરાવ પસાર થશે. સ્વ. માધવસિંહ સોલંકી, કેશુભાઈપટેલ સહિતના દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ  સાથેઆ સત્ર શરુ થશે.

ઉલ્લેખનીય છે કે, 3 માર્ચે ગૃહમાં ડે.સીએમ નિતીન પટેલ અંદાજપત્ર-2021-22 રજૂ કરશે. સત્રની શરૂઆત  રાજ્યપાલનું પ્રવચન સાથે થશે. ગુજરાત રાજવિતીય વિધેયક રજૂ કરાશે. સત્ર દરમિયાન 24 બેઠકોનું આયોજન થશે.

સત્ર સમયે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાશે. રાજકીયનેતા, અધિકારીને પણ નિયમ લાગુ રહેશે. કોરોના ના કહેરને પગલે વિધાનસભામાં મુલાકાતીઓ પર  પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, કોરોનાને લીધે ગુજરાત વિધાનસભામાં ય ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે. પત્રકારોને પણ કોરોના નેગેટીવ રિપોર્ટના પગલે જ પ્રવેશ આપવામાં આવશે.

નિતિન પટેલ 9મી વાર વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. નીતિન પટેલ પેપરલેસ બજેટ રજૂ કરશે 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. આ બજેટમાં ભાજપ સરકાર યુપીની જેમ ગુજરાતમાં લવ જેહાદનુ બિલ પસાર કરી શકે છે.

જયારે વિપક્ષ શાસકને ભીસમાં લેવાની રણનીતિ અપનાવશે. કૃષિ કાયદા, વધતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો જેવા મુદ્દે કોંગ્રેસ શાસક પક્ષને ભીસમાં લઇ શકે છે. 1-એપ્રિલે વિધાનસભાના અંદાજપત્રસત્રનું સમાપન થશે.