Not Set/ ગાંધીનગર : રૂપાલની પલ્લીમાં દર વર્ષે ચઢાવવામાં આવે છે લાખો કિલો શુદ્ધ ઘી

રાજ્યમાં નવરાત્રી દરમ્યાન ગરબા ઉપરાંત શુદ્ધ ઘીનો ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર રહે છે. ગાંધીનગર જિલ્લાનાં રૂપાલ ગામમાં ઘણા દાયકાઓથી ઉજવવામાં આવતા તહેવાર પર વરાદાની માતાની પલ્લી પર લાખો કિલો ઘી ચઢાવવામાં આવે છે. સમગ્ર ગામની શેરીઓ શુદ્ધ ઘીની નદીઓમાં ફેરવાઈ છે. જ્યારે રાત્રીનાં લગભગ 3.30 વાગ્યે વરદાયિની માતાની પલ્લી રૂપાલ ગામનાં ચોક પર પહોંચે છે, ત્યારે […]

Top Stories Gujarat
p1 1 ગાંધીનગર : રૂપાલની પલ્લીમાં દર વર્ષે ચઢાવવામાં આવે છે લાખો કિલો શુદ્ધ ઘી

રાજ્યમાં નવરાત્રી દરમ્યાન ગરબા ઉપરાંત શુદ્ધ ઘીનો ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર રહે છે. ગાંધીનગર જિલ્લાનાં રૂપાલ ગામમાં ઘણા દાયકાઓથી ઉજવવામાં આવતા તહેવાર પર વરાદાની માતાની પલ્લી પર લાખો કિલો ઘી ચઢાવવામાં આવે છે. સમગ્ર ગામની શેરીઓ શુદ્ધ ઘીની નદીઓમાં ફેરવાઈ છે.

Image result for rupal palli

જ્યારે રાત્રીનાં લગભગ 3.30 વાગ્યે વરદાયિની માતાની પલ્લી રૂપાલ ગામનાં ચોક પર પહોંચે છે, ત્યારે ભક્તો લાખોની સંખ્યામાં એકઠા થાય છે અને આ પલ્લી પર ઘી અર્પણ કરે છે. ભક્તો માતાની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરીને તેમની માનતાની પૂર્તિની કામના કરે છે. અહીં, કુટુંબમાં જન્મ લેનાર નાના બાળકોને પહેલા વર્ષે આ રીતે જ માતાનાં દર્શન કરાવવાની પરંપરા છે.

Image result for rupal palli ghee

જેમાં નાના બાળકોને લાખોની ભીડમાંથી લઇ લેવામાં આવે છે અને તેને સળગતી પલ્લીની આગનાં દર્શન કરાવવામાં આવે છે. અહીં દર વર્ષે અષ્ટમીની રાત્રે વરદાયિની માતાની પલ્લી સમગ્ર ગામમાં ફરે છે. ભક્તો ડોલ અને મોટા બર્લ્સ ભરી અને માતાની પલ્લી પર ઘી ચઢાવતા હોય છે.

Image result for rupal palli

મંદિરના પૂજારીની માનીએ તો, આ પલ્લી માટે, એવું કહેવામાં આવે છે કે જે કોઈની પણ માનતા પૂર્ણ થાય છે તે પોતાની હેસિયત પ્રમાણે માતા વરદાયિનીને ઘી આર્પણ કરે છે. અહી દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે. આ પલ્લીમાં આશરે 8 થી 10 લાખ ભક્તો ઉમટે છે. જો કે ઘણા એવો પણ સવાલ ઉઠાવે છે કે દર વર્ષે આટલું ઘી કેમ વેડફાય છે જે એક ચર્ચાનો વિષય છે. તેને આસ્થા કહીએ કે અંધશ્રદ્ધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.