Vande Bharat Train/ ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેન જબરજસ્ત હિટ

મુંબઈ-સેન્ટ્રલ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને પહેલી ઓક્ટોબરના રોજ શરૂ થયા પછીના એક મહિનામાં જબરજસ્ત સફળતા મળી છે. પ્રથમ મહિનામાં મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસની ઓક્યુપન્સી ટકાવારી 120 ટકા હતી

Top Stories Gujarat
Vandebharat success ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેન જબરજસ્ત હિટ
  • મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત સર્વિસને એક મહિનો પૂરો
  • પ્રથમ મહિનામાં જ ઓક્યુપન્સી 120 ટકા જોવા મળી
  • રોજના 70,000 પેસેન્જરોએ પ્રીમિયમ ટ્રેનમાં મુસાફરી કરી
  • વંદે ભારતની સફળતાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સફળ થવાની સંભાવના વધી

મુંબઈ-સેન્ટ્રલ-ગાંધીનગર (Mumbai centra-Gandhinagar) વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને (Vande Bharat) પહેલી ઓક્ટોબરના રોજ શરૂ થયા પછીના એક મહિનામાં જબરજસ્ત સફળતા મળી છે. પ્રથમ મહિનામાં મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસની ઓક્યુપન્સી ટકાવારી 120 ટકા હતી અને 1 થી 31 ઓક્ટોબરની વચ્ચે 70,000 થી વધુ મુસાફરોએ પ્રીમિયમ ટ્રેનમાં મુસાફરી કરી હતી.

વંદે ભારત એક્સપ્રેસ સુપરહિટ છે! પશ્ચિમ રેલ્વેની પ્રથમ સેમી-હાઈ સ્પીડ, એન્જિન વિનાની ટ્રેન, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસે સફળતાપૂર્વક એક મહિનાની સેવા પૂરી કરી છે. સ્વાભાવિક રીતે આ આંકડા ઉત્સાહજનક છે. તેના લીધે મુંબઈ-અમદાવાદ વચ્ચે વચ્ચે આકાર લઈ રહેલા બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટના સફળ થવાની સંભાવના વધી ગઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદથી મુંબઈનું 508 કિ.મી.નું અંતર ફક્ત બે જ કલાકમાં કાપવામાં આવશે.

વંદે ભારત ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે 522 કિમીનું અંતર છ કલાક અને 15 મિનિટમાં, સરેરાશ 84 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તેની પરત મુસાફરી દરમિયાન, ટ્રેનને સરેરાશ 80 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે છ કલાક અને 33 મિનિટનો સમય લાગ્યો હતો. આ ટ્રેન રવિવાર સિવાય બધા દિવસો ચાલે છે.

સંપૂર્ણ વાતાનુકૂલિત (Air conditioned) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 16 કોચનો સમાવેશ થાય છે. આ સ્વ-સંચાલિત ટ્રેનના (Automated) તમામ કોચમાં સ્ટેનલેસ સ્ટીલ કાર બોડી(steel car body), યુરોપીયન-શૈલીની આરામદાયક બેઠક તેમજ મનોરંજનના હેતુઓ માટે ઓન-બોર્ડ હોટસ્પોટ Wi-Fi છે. આ ઉપરાંત, કોચની અંદરની લાઇટિંગ ડ્યુઅલ મોડ જેવી છે. દરેક બેઠક માટે વ્યક્તિગત અને સામાન્ય રોશની હોય છે.

“નવી ટ્રેન ભારતીય રેલ્વેના (Railway) મોટાપાયા પરના નવનિર્માણ તરફ દોરી શકે છે એવું માનવા માટે યોગ્ય કારણ છે – જે બજેટ એરલાઇન્સ સાથે સ્પર્ધા કરવા, કેટલાક પેસેન્જર સેગમેન્ટમાં વધુ નફાકારક બનવા, મુસાફરીના અનુભવને આધુનિક બનાવવા અને રેલ નેટવર્કને બુલેટ ટ્રેન જેવી વધુ ઝડપ પર ખસેડવા તરફ ધ્યાન આપી રહી છે.

“રેલ્વે તેના મુખ્ય રૂટને 160 કિમી પ્રતિ કલાક સુધી અપગ્રેડ કરી રહી છે. નોન-એસી સ્લીપર કોચમાં મુસાફરી વધુ ઝડપે અસુવિધાજનક હશે, તેથી મુખ્ય માર્ગો પર ઝડપી એસી ટ્રેનો ચલાવવાની યોજના છે. એસી ટ્રેનની મુસાફરીની માંગમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, “WR ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પેસેન્જર અને રેલ્વે બંનેની જરૂરિયાતો પૂરી કરી શકે છે – AC મુસાફરી, વધુ ઝડપની સંભાવના અને અગત્યનું એ છે કે રેલ્વે માટે નફાકારક પ્રોજેક્ટ બનવાની સંભાવના. આ ત્રણેય પરિબળો વંદે ભારતમાં સંયોજિત થાય છે.