ગાંધીનગર કોર્પોરેશ ની ચૂંટણી પહેલા નુ છેલ્લું બજેટ આજે સ્ટેન્ડીંગ કમિટી મા રજૂ થયું છે. આ બજેટ ની હાઇલાઇટસ અને સ્થાયી સમિતી દ્વારા બજેટમાં કરવામાં આવેલ નિર્ણયો આ પ્રમાણે છે.
૧ ) ગાંધીનગર મહાનગરપાલિકાના સમાવિષ્ટ નવા ગામોમાં રૂ .૬૦૦ લાખની જોગવાઈ પાયાની સુવિધાઓ આપવા અર્થે સ્થાયી સમિતી દ્વારા જોગવાઈ કરવામાં આવેલ છે .
૨ ) સ્થાયી સમિતી દ્વારા પેથાપુર ખાતે લાયબ્રેરી , કોમ્યુનિટી હોલ તેમજ અન્ય સુવિધાઓ માટે રૂ .૫૦૦ લાખની નવીન જોગવાઈ કરવામાં આવેલ છે .
3 ) સ્થાયી સમિતી દ્વારા સમરસ હોસ્ટેલ બનાવવા અર્થે રૂ .૧૦૦ લાખની રકમની જોગવાઈ કરવામાં આવેલ છે .
૪ ) ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના બગીચાઓ અને નર્સરી વિકસાવવા તેમજ નવીનીકરણ માટે રૂ .૨૧૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે .
૫ ) ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો થતાં નગરસેવકોની સંખ્યામાં વધારો થનાર છે જેને ધ્યાને લઈ સ્થાયી સમિતી દ્વારા સભાસદઓના સુચનોના કામો કરવા અર્થે રૂ .૧૫૦ લાખનો વધારો કરી કુલ રૂ .૫૫૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે .
૬ ) ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત કુલ ૧૫૦ ટન જેટલો કચરો દૈનિક ઉપાડવાનું પ્લાનીંગ કરી બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે . આ બાબતે બજેટમાં રૂ .૨૦૨૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે પરિણામે ગાંધીનગર શહેર તથા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સફાઈની સધન વ્યવસ્થા ગોઠવાઈ જશે .
૭ ) રંગમંચોનું આધુનિકરણ તેમજ નવીનીકરણ કરી શકાય તે માટે રૂ .૧૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે
૮ ) નવીન વોર્ડ કચેરી બનાવવા અર્થે રૂ .૨૫૦ લાખની રકમની તથા હયાત વોર્ડ કચેરીમાં જરૂરી સુધારા માટે રૂ .૧૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ
૯ ) નવીન પે એન્ડ યુઝ ટોઈલેટ અને જાહેર શૌચાલય બનાવવા અર્થે રૂ .૨૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે
૧૦ ) શહેરની સગર્ભા મહિલાઓની વહેલી નોંધણી તથા પ્રસુતા અને ધાત્રી માતાઓને આહાર અને બાળકોના સંપૂર્ણ રસીકરણ તથા મચ્છરદાની સહાય માટે રૂ . 30 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે
૧૧ ) કોરોનાની કામગીરીમાં લોકડાઉન દરમ્યાન તમામ કાયમી અધિકારી તથા કર્મચારીઓ તથા ફિક્ષ પગારના હાજર રહ્યા હતાં જેને ધ્યાને લઈ ગાંધીનગર મહાનગરપાલિકાના ઉકત કર્મચારીઓને ઉચ્ચક પ્રોત્સાહન . ૧ ) વર્ગ -૧ અધિકારીઓને રૂ .૨૦,૦૦૦ /
૨ ) વર્ગ -૨ અધિકારીઓને રૂ .૧૫,૦૦૦ /
3 ) વર્ગ -૩ કર્મચારીઓને રૂ .૧૦,૦૦૦ /
૪ ) વર્ગ -૪ કર્મચારીઓને રૂ .૫,૦૦૦ /
૧૨ ) કોરોનાની રસી ગાંધીનગરના તમામ નાગરિકોને સરળતાથી મળી રહે તે અર્થે માળખું ઉભું કરવા અર્થે રૂ .૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે .
૧૩ ) આકસ્મિક રોગચાળા સામે રાહત ખર્ચ જે અગાઉ રૂ .૨૦ લાખ હતો તેને વધારી રૂ .૫૦ લાખ કરવામાં આવેલ છે .
૧૪ ) ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરમાં પેથોલોજી મશીન માટે રૂ .૨૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે જયારે પ્રસુતિગૃહના નવીનીકરણ માટે રૂ .૯ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે .
૧૫ ) સ્થાયી સમિતી દ્વારા નવા સમવિષ્ટ ગામોમાં સિટી બસ સ્ટેન્ડ બનાવવા માટે રૂ .૨૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે .
૧૬ ) શહેરની પ્રાથમિક શાળાઓમાં જુનિયર કે.જી. તથા સિનિયર કે.જી. માટે ગ્રીન કલાસરૂમ બનાવવા માટે સ્થાયી સમિતી દ્વારા નવીન પ લાખની ફાળવણી કરવામાં આવેલ છે .
૧૭ ) ગાંધીનગર મહાનગરપાલિકાના બજેટમાં માન.કાઉન્સિલરઓની ગ્રાન્ટમાં રૂ .૧ લાખનો વધારો કરવામાં આવેલ છે . આમ , ગાંધીનગર મહાનગરપાલિકાના કાઉન્સિલરો ને
કુલ ૧૩.૫૦ લાખની ગ્રાન્ટ મળવાપાત્ર થશે .
Political / આમઆદમી પાર્ટીમાં ઉત્સાહ, મનીષ સિસોદીયા આવશે અમદાવાદ
Political / સી. આર.પાટીલનો હુંકાર, નિયમો અનુસાર જ ટીકીટની વહેચણી કરવામાં આવી છે, સહુએ નિયમોને આવકાર્યા છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
