Crime/ ગાડીનાં કાચ પર ગંદુ તથા ખૂજલીવાળું પાવડર નાખી ગુનો આચરતી ગેંગ ઝડપાઇ

ગાડીનાં કાચ પર ગંદુ તથા ખૂજલીવાળું પાવડર નાખી ગુનો આચરતી ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

Ahmedabad Gujarat
police attack 53 ગાડીનાં કાચ પર ગંદુ તથા ખૂજલીવાળું પાવડર નાખી ગુનો આચરતી ગેંગ ઝડપાઇ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગાડીનાં કાચ પર ગંદુ તથા ખૂજલીવાળું પાવડર નાખી ગુનો આચરતી ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની આ ગેંગ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ચોરી અને લૂંટ ને અંજામ આપી ફરાર થઈ જતી હતી.

પોલીસે તપાસ દરમિયાન કર્ણાટક ની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર પણ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચ ની પૂછપરછમાં અનેક ગુનાઓના ભેદ ખુલ્યા છે. ચોરી કરવી, શરીર ગંદુ નાખવું, ખુજલી વાળો પાવડર નાખવો વગેરે મોડસ ઓપરેન્ડીથી ઘટનાને આપતા કર્ણાટકના આરોપીની ટોળકીએ સમગ્ર રાજ્ય ચોરી અને લૂંટની ઘટનાઓ નો તરખાટ મચાવ્યો હતો. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ ટોળકીને ઝડપી પાડી તેના ત્રણ સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જેની પૂછપરછમાં અનેક ગુનાઓનો ભેદ ખૂલે તેવી શક્યતાઓ હાલ પોલીસ સેવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો