અલવિદા/ કોહલીનાં વિરાટ Decision બાદ ગાંગુલી-શાહે આપ્યું મોટુ નિવેદન, જણાવ્યું કેમ તેઓ છોડશે Captainship

કોહલીએ ગુરુવારે એક નિવેદન દ્વારા જાહેરાત કરી હતી કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતમાં પુરુષોનાં ટી 20 વર્લ્ડ કપ બાદ તે ટી 20 કેપ્ટનપદેથી રાજીનામું આપશે.

Sports
દ્વારા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નાં પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટી 20 કેપ્ટન તરીકે વિરાટ કોહલીનાં જબરદસ્ત પ્રદર્શન માટે આભાર માન્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કોહલીનાં ટી 20 કેપ્ટન પદ પરથી હટવાનો નિર્ણય ભવિષ્યનાં રોડમેપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – World Record / ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

કોહલીએ ગુરુવારે એક નિવેદન દ્વારા જાહેરાત કરી હતી કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતમાં પુરુષોનાં ટી 20 વર્લ્ડ કપ બાદ તે ટી 20 કેપ્ટનપદેથી રાજીનામું આપશે. બીસીસીઆઈ દ્વારા ગુરુવારે જારી કરાયેલા નિવેદનમાં ગાંગુલીએ કહ્યું કે, વિરાટ ભારતીય ક્રિકેટ માટે મૂલ્યવાન ખેલાડી રહ્યો છે, તેણે ટીમનું તેજસ્વી નેતૃત્વ કર્યું છે. તે તમામ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન છે. આ નિર્ણય ભવિષ્યનાં રોડમેપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અમે વિરાટને તેના શાનદાર પ્રદર્શન માટે ધન્યવાદ આપીએ છીએ. અમે તેને આગામી વર્લ્ડ કપ અને તેનાથી આગળની પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે ભારત માટે આવા રન બનાવવાનું ચાલુ રાખશે.

1 258 કોહલીનાં વિરાટ Decision બાદ ગાંગુલી-શાહે આપ્યું મોટુ નિવેદન, જણાવ્યું કેમ તેઓ છોડશે Captainship

આ પણ વાંચો – IPL 2021 / દિલ્હી કેપિટલ્સ ટીમનો આ ખેલાડી ઈજાગ્રસ્ત, આખી ટૂર્નામેન્ટમાંથી બહાર

બીસીસીઆઈનાં સચિવ જય શાહે કહ્યું કે, તેઓ છેલ્લા છ મહિનાથી કોહલી અને નેતૃત્વ ટીમ સાથે વાતચીત કરી રહ્યા હતા. અમારી પાસે ટીમ ઇન્ડિયા માટે સ્પષ્ટ રોડમેપ છે, એમ જય શાહે જણાવ્યું હતું. વર્કલોડને ધ્યાનમાં રાખીને અને અમારી ટીમ યોગ્ય સંયોજનમાં છે તેની ખાતરી કરીને, વિરાટ કોહલીએ આગામી વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટન પદ છોડવાનો નિર્ણય કર્યો છે. હું વિરાટ અને નેતૃત્વ ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છું. છેલ્લા છ મહિના વધુ આ નિર્ણય પર વિચારણા કરવામાં આવી છે. વિરાટ ખેલાડી તરીકે અને ટીમનાં વરિષ્ઠ સભ્ય તરીકે ભારતીય ક્રિકેટનાં ભવિષ્યને ઘડવામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.

જણાવી દઇએ કે, એમએસ ધોનીએ મર્યાદિત ઓવરનાં કેપ્ટન પદ છોડ્યા બાદ કોહલી 2017 માં ટી 20 કેપ્ટન બન્યો હતો. કોહલીએ 45 ટી 20 માં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી ભારતે 27 જીત્યા છે, 14 હાર્યા છે, જ્યારે બે ટાઈ રહ્યા છે અને બેમાં કોઈ પરિણામ આવ્યું નથી.