Rajkot News : નવરાત્રારિમાં પરંપરાગત ગરબાની જગ્યાએ ખેલૈયાઓના ઠુમકાને પગલે પૂર્કોવ સીએમ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે નાચવું અને રાસ એ બન્નેમાં ફેર હોવાનું કહીને સરકારને નજર રાખવા કહ્યું હતું. નીલ સિટી ક્લબ ગરબામાં ગઈકાલે જમાલ કુડુ અને સકીરા ગીત પર ખેલૈયાઓએ ડાન્સ કર્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. આ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. સરકારે નરજ રાખવી જોઈએ.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, જે વીડિયો પ્રસારિત થયા છે એમાં હું તેને વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓને આજના સમયમાં અર્વાચીન થાય. મોટી સંખ્યામાં યુવાઓ આવીને ત્યાં બધા રાસ લે. નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે.
થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે. નવરાત્રિમાં માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડું છું.વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી પર એની ખરાબ અસર પડે, હિન્દુ સંસ્કૃતિની લાગણી ઘવાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન થવું ન જોઈએ. સરકારે પણ આ અંગે ગુજરાતમાં જ્યાં પણ ગરબાના મોટા આયોજન થતા હોય ત્યાં નજર રાખવી જોઈએ. મર્યાદામાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે. નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. તેમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ.
સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે જણાવ્યું હતું કે, રાજકોટના એક ગરબામાં ફિલ્મી ગીતો અને નશાના ગીતો વગાડવામાં આવ્યા હતા. દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ વગાડવા જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ નાખી અને જે પ્રકારનું કૃત્ય થાય છે એ ખરેખર નિંદનીય છે. ક્યાંય ચલાવી લેવાય તેમ નથી. આયોજક સામે પોલીસ એક્શન લેવાવા જોઈએ.વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ પણ જાગવાની જરૂર છે. આવું થતું હોય ત્યાં રોકવાની જરૂર છે. યુવાપેઢીની અંદર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે શું પ્રેરણા આપો. સંસ્કૃતિની વાતો કરવી છે તો સંસ્કૃતિ સાચવવી પડે. સનાતન ધર્મના તહેવારોમાં આવી બેજવાબજારીપૂર્વકના કૃત્ય થતા હોય તો ત્યાં હાજર પોલીસકર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ. આવું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરવી જોઈએ. રોકવું જોઈએ સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે રોકવાની જરૂર છે.
આ પણ વાંચો:દહેજના દરોડામાં એટીએસને મળી સફળતા, ડ્રગ્સનો 30 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
આ પણ વાંચો:ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન શખ્સોને ઝડપી લેતી એટીએસ
આ પણ વાંચો:ગુજરાતમાંથી 400 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાયુંઃ એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
