Exam/ GATE 2022 પરીક્ષા મોકૂફ નહીં રહે, નિર્ધારિત તારીખે યોજાશે પરીક્ષા: SC

દેશની સર્વોચ્ચ અદાલતે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2022 ની પરીક્ષા સ્થગિત કરવાનો ઇનકાર કરી દીધો છે. ગેટની પરીક્ષા 5, 6, 12 અને 13 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.

India
પરીક્ષા

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગેટ 2022 પરીક્ષાને 48 કલાક માટે મોકૂફ રાખવાથી નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓને અસુવિધા અને અનિશ્ચિતતા થશે. તેથી, GATE પરીક્ષા 5, 6, 12 અને 13 ફેબ્રુઆરીએ જ લેવામાં આવશે. એક દિવસ પહેલા જ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી હતી. પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરતી વખતે અરજીમાં કોવિડ19 કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાથી 4 લોકોએ દમ તોડ્યો, જાણો નવા કેટલા કેસ….

અરજદારોના વકીલ પલ્લવ મોંગિયાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ગેટ 2022ની પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓ હાજર છે. આમ છતાં કોર્ટે પરીક્ષા મોકૂફ રાખવાનો ઈન્કાર કરી દીધો છે. ગેટ 2022 ની પરીક્ષા શનિવારથી 200 કેન્દ્રો પર યોજાવાની છે, પરંતુ અત્યાર સુધી પરીક્ષા અધિકારી દ્વારા કોરોના માર્ગદર્શિકા સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નથી.

આપ જણાવી દઈએ કે, ગેટ 2022 ફેબ્રુઆરી મહિનામાં 5, 6, 12 અને 13 તારીખે હાથ ધરવામાં આવશે. આ પરીક્ષા મુલતવી રાખવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દેશની સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. અરજીમાં વિદ્યાર્થીઓએ કોવિડ-19ને ટાંકીને GATE 2022ની પરીક્ષા સ્થગિત કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ મામલો બાળકોના ભવિષ્યને લઈને હતો, તેથી સુપ્રીમ કોર્ટ આ અરજી પર જલ્દી સુનાવણી કરવા સંમત થઈ. સીજેઆઈએ કહ્યું હતું કે, આ અરજીને યાદીમાં સામેલ કરવામાં આવે. GATE 2022 પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે, કોર્ટે GATE 2022 પરીક્ષા સ્થગિત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

આ પણ વાંચો: રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં છુટછાટ મળશે, જાહેર થશે નવી ગાઇડલાઇન

આ પણ વાંચો:” જે દાયકોઓથી નથી થયું તે અમે 5 વર્ષમાં કર્યું”: યોગી આદિત્યનાથ