Business/ આ બે શહેરમાં લાગ્યા 5G ટાવર, જાણો તમારા ઇન્ટરનેટ અનુભવમાં શું પરિવર્તન થશે

ભારતમાં તમામ ટેલિકોમ કંપનીઓએ 5 જી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં રિલાયન્સે 57 હજાર કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ ખરીદ્યા છે અને 5 જી પર કામ કરવાની વાત કરી છે. એરટેલે 18 હજાર કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની ખરીદી કરીને 5 જી પર કામ કરવાની પણ વાત કરી છે. રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ 5 જીને લઇને […]

Business
reliance 5g આ બે શહેરમાં લાગ્યા 5G ટાવર, જાણો તમારા ઇન્ટરનેટ અનુભવમાં શું પરિવર્તન થશે

ભારતમાં તમામ ટેલિકોમ કંપનીઓએ 5 જી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં રિલાયન્સે 57 હજાર કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ ખરીદ્યા છે અને 5 જી પર કામ કરવાની વાત કરી છે. એરટેલે 18 હજાર કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની ખરીદી કરીને 5 જી પર કામ કરવાની પણ વાત કરી છે.

Global sale of 4G, 5G-enabled PCs hit record 10M units in 2020 - NYK Daily

રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ 5 જીને લઇને પર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. ગયા વર્ષે, મુકેશ અંબાણીની કંપનીએ 2021ના મધ્ય સુધીમાં 5 જી સેવા શરૂ કરવાની વાત કરી હતી અને હવે ઇન્ટરનેટ સ્પીડ પર નજર રાખનાર કંપની ઓકલાના જણાવ્યા પ્રમાણે, એરટેલ અને જિયોએ પણ ભારતના 2 શહેરોમાં 5 જી ટાવરને સ્થાપિત કર્યા છે. રિપોર્ટ પ્રમાણે જિયોએ તેમના 5 જી ટાવરને મુંબઇ અને એરટેલને હૈદરાબાદમાં બનાવ્યો છે. જોકે આ ટાવર્સ હાલમાં પરીક્ષણના તબક્કામાં છે, પરંતુ શું તમે જાણો છો કે 5 જી પછી તમારા ઇન્ટરનેટ અનુભવમાં ખરેખર શું પરિવર્તન થશે અને તેનો તમને કેવી રીતે ફાયદો થશે? જો નહીં, તો ચાલો જાણીએ…

મહિલાઓ માટે કેન્દ્ર સરકાર ચલાવી રહી છે આ 3 ખાસ યોજનાઓ, મળશે 10 લાખ રુપિયા

5 જી આવ્યા પછી શું ફાયદો થશે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં 5Gની શરુઆત પછી તમે 1 જીબીપીએસની ગતિએ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો અને તેનાથી ફોનનો બેટરી વપરાશ પણ ઓછો થશે. 5જીના આગમન પછી હેલ્થકેર, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે ઘણો ફાયદો થશે. તમે ઘરે આરોગ્ય અને કૃષિ સંબંધિત પ્રશ્નોના જવાબ આપી શકશો.

5G C-Band Auctioned Across 23 Countries Worldwide – GSA – Independent  Newspapers Nigeria

5 જી સેવામાં વધુ પૈસાની જરૂર પડી શકે
આ સેવા પ્રદાન કરવા માટે ટેલિકોમ કંપનીઓએ નજીક-નજીક ટાવર લગાવવા પડશે, જેનાથી તેમના ખર્ચમાં વધારો થશે અને આ ખર્ચ ફક્ત ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે. આ સાથે સરકાર સ્પેક્ટ્રમની હરાજી કેટલી કરે છે તેના પર પણ વસ્તુઓ નિર્ભર કરે છે. સરકાર આ સ્પેક્ટ્રમની હરાજીમાં પણ પૈસા લેશે, કંપની ગ્રાહકો પાસેથી પૈસા લેશે. જો આ વસ્તુઓ પરનો ખર્ચ વધારે હોય, તો ટેલિકોમ કંપનીઓ આ માટે ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલ કરી શકે છે.