Viral Video/ ભૂતિયા ટ્રેક્ટરે મચાવ્યો હાહાકાર, પોતાની મેળે દોડવા લાગ્યું અને ઘુસી ગયું શોરૂમની અંદર, જુઓ વીડિયો

અહેવાલો અનુસાર, બિજનૌરમાં એક ફૂટવેર શોરૂમમાં નાસભાગ મચી ગઈ જ્યારે દુકાનની બહાર પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક ડ્રાઈવર વગર ચાલવા લાગ્યું.

Trending Videos
ટ્રેક્ટર

ઉત્તર પ્રદેશની એક વિચિત્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં બિજનૌરમાં એક એવી રહસ્યમય ઘટના બની કે જેને જોઈને લોકો દંગ રહી ગયા. વાયરલ વીડિયો એક ટ્રેક્ટર નો છે જે પોતાની મેળે શરૂ થઈને શોરૂમમાં ઘૂસીને તબાહી મચાવે છે. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અહેવાલો અનુસાર, બિજનૌરમાં એક ફૂટવેરના શોરૂમમાં નાસભાગ મચી ગઈ જ્યારે દુકાનની બહાર પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક ડ્રાઈવર વગર ચાલવા લાગ્યું. ટ્રેક્ટરે પહેલા બહાર ઉભેલા વાહનોને કચડી નાખ્યા, ત્યારબાદ શોરૂમના કાચ તોડી અંદર ઘુસી ગયું.

ટ્રેક્ટર શોરૂમની અંદર પ્રવેશતા જ શોરૂમના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અંધાધૂંધી વચ્ચે ઘણા લોકોએ ટ્રેક્ટરની બ્રેક મારી અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ જાણે ટ્રેક્ટર પર ભૂત સવાર હોય તેમ તે જરાય અટકતું ન હતું. કોઈક રીતે તેનો વાયર કપાઈ ગયો અને તે બંધ થઈ ગયું. હાલ આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો:અંડરવેરમાં બે કિલો સોનું છુપાવીને ભાગી રહ્યો હતો માણસ, આવી રીતે પકડાયો

આ પણ વાંચો:હવે કિસ માટે કોઈની જરૂર નથી, આવી ગયું છે કિસિંગ ડિવાઈસ

આ પણ વાંચો:512 કિલો ડુંગળી પર ખેડૂતને મળ્યો માત્ર 2 રૂપિયાનો ચેક, કિંમત જોતા રડી પડ્યો

આ પણ વાંચો: લડી રહ્યા હતા પતિ-પત્ની, બાલ્કનીની રેલિંગ તૂટી અને… : VIDEO

આ પણ વાંચો: જાપાનમાં 300 વર્ષ જૂના જલપરી જેવા રહસ્યમય હાડપિંજરનું સત્ય આવ્યું સામે, લોકો કહેવા લાગ્યા ‘અમર કરનાર જીવ’