Maharashtra/ 512 કિલો ડુંગળી પર ખેડૂતને મળ્યો માત્ર 2 રૂપિયાનો ચેક, કિંમત જોતા રડી પડ્યો

મહારાષ્ટ્રના એક ખેડૂતે 512 કિલો ડુંગળી વેચવા માટે 70 કિમીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ બદલામાં તેને માત્ર 2 રૂપિયાનો ચેક મળ્યો. સોલાપુર જિલ્લાના બાર્શી તાલુકાના બોરગાંવના 58 વર્ષીય તુકારામ…

Ajab Gajab News Trending
2 Rupees Cheque

2 Rupees Cheque: મહારાષ્ટ્રના એક ખેડૂતે 512 કિલો ડુંગળી વેચવા માટે 70 કિમીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ બદલામાં તેને માત્ર 2 રૂપિયાનો ચેક મળ્યો. સોલાપુર જિલ્લાના બાર્શી તાલુકાના બોરગાંવના 58 વર્ષીય તુકારામ ચવ્હાણે તાજેતરમાં સોલાપુર મંડીમાં ડુંગળી વેચી હતી. આ ડુંગળી માત્ર એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકાતી હતી. તમામ કપાત પછી, ચવ્હાણને કુલ લાભ માત્ર રૂ. 2.49 હતો અને તેમને પોસ્ટ-ડેટેડ ચેકના રૂપમાં રૂ. 2 ચૂકવવામાં આવ્યા હતા, જે તેઓ 15 દિવસ પછી જ એનકેશ કરી શકશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર ચવ્હાણે જણાવ્યું કે, મને ડુંગળી માટે પ્રતિ કિલો રૂ. 1 મળ્યો હતો. APMCના વેપારીએ કુલ રૂ. 512ની રકમમાંથી ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, હેડ-લોડિંગ અને વજન ચાર્જ માટે રૂ. 509.50 કાપ્યા હતા. તેણે જણાવ્યું કે ગયા વર્ષે તે 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી શકતો હતો. છેલ્લા 3-4 વર્ષમાં બિયારણ, ખાતર અને જંતુનાશકોની કિંમત બમણી થઈ ગઈ છે. મેં આ વખતે માત્ર 500 કિલો ડુંગળી ઉગાડવા માટે લગભગ 40,000 રૂપિયા ખર્ચ્યા છે. ચવ્હાણ પાસેથી ડુંગળી ખરીદનાર સોલાપુર APMCના વેપારી નાસિર ખલીફાએ રૂ. 2નો પોસ્ટ-ડેટેડ ચેક જારી કરવા પાછળનો તર્ક સમજાવતા કહ્યું કે, અમે રસીદ અને ચેક જારી કરવાની પ્રક્રિયાને કોમ્પ્યુટરાઈઝ કરી દીધી છે. પરિણામે ચવ્હાણનો ચેક પોસ્ટ-ડેટેડ ચેક ઈશ્યૂ કરવામાં આવ્યો હતો. ચેક પરની રકમને ધ્યાનમાં લીધા વિના આ એક સામાન્ય પ્રથા છે. અમે ભૂતકાળમાં પણ આવી નાની રકમના ચેક જારી કર્યા છે.

તેમણે કહ્યું કે વેચાણ માટે લાવવામાં આવેલી ડુંગળીની ગુણવત્તા બહુ સારી નથી. અગાઉ ચવ્હાણ ઉચ્ચ ગુણવત્તાની ડુંગળી લાવ્યા હતા જે 18 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા. બાદમાં તે બીજી બેચ લાવ્યો, જેના માટે તેને 14 રૂપિયા પ્રતિ કિલો મળ્યા. હલકી ગુણવત્તાવાળી ડુંગળીની માંગ નથી. તો ખેડૂતોને 25% થી વધુ ઉચ્ચ ગુણવત્તાની ઉપજ મળતી નથી. લગભગ 30% ઉત્પાદન મધ્યમ ગુણવત્તાનું છે અને બાકીનું નીચા ગ્રેડનું છે. મહારાષ્ટ્ર અને અન્ય તમામ ડુંગળી ઉગાડતા રાજ્યોમાં ડુંગળીના બમ્પર પાકને કારણે જથ્થાબંધ ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ પણ વાંચો: Kashmir/ જમ્મુ-કાશ્મીરમાં શહીદ પોલીસકર્મી અલી મોહમ્મદ ગનીના પુત્રને આતંકીઓએ મારી ગોળી

આ પણ વાંચો: મુલાકાત/ અરવિંદ કેજરીવાલે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી,આ મુદ્દે થઇ ચર્ચા

આ પણ વાંચો: ચુકાદો/ સાત વર્ષની માસૂમ સાથે રેપ વિથ મર્ડર મામલે આરોપીને કોર્ટે આપી ફાંસીની સજા