West Bengal/ ગુલામ નબી આઝાદે CM મમતા બેનર્જીના કર્યા વખાણ, કહ્યું- કોલકાતા સૌથી વધુ…

ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે શનિવારે  બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોલકાતા દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સામેલ છે

Top Stories India
Ghulam Nabi Azad

Ghulam Nabi Azad: ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે શનિવારે  બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોલકાતા દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સામેલ છે. આનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પાલિકાને જાય છે. હું બેનર્જીને અભિનંદન આપવા માંગુ છું.” તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 45 વર્ષથી કોલકાતા આવી રહ્યા છે. અગાઉ આ શહેર દેશના સૌથી ગંદા સ્થળોમાં નું એક હતું. આજે બધું બદલાઈ ગયું.

આઝાદે (Ghulam Nabi Azad)કહ્યું કે મને લાગે છે કેભારતમાં સૌથી વધુ શિસ્તબદ્ધ ટ્રાફિક સિસ્ટમ કોલકાતામાં છે. હાલમાં, તેની પાસે દેશમાં શ્રેષ્ઠ આરોગ્ય માળખાકીય સુવિધા છે. આ માટે સીએમ મમતા બેનર્જીના વખાણ કરવા જોઈએ. તેમજ ટ્રાફિક પોલીસની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ડોક્ટરો સાથે વાત કર્યા બાદ મેં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ટિપ્પણી કરી છે.

કોંગ્રેસ છોડીને ડીએપી બનાવનાર ગુલામ નબી આઝાદ રોજ કોંગ્રેસને ટોણા મારે છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ પણ તેમના પર નિશાન સાધ્યું છે. અહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બિહારના સીએમ નીતિશ કુમાર સહિત ઘણા નેતાઓ 2024ની ચૂંટણી માટે વિપક્ષને એક કરવા પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આઝાદ બેનર્જીના વખાણ કરવા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે કોંગ્રેસ છોડતી વખતે આઝાદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તાજેતરમાં ચર્ચાઓ શરૂ થઈ હતી કે તેઓ ફરીથી કોંગ્રેસમાં પાછા ફરે છે, પરંતુ આઝાદે આ શક્યતાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

Weather Update Tomorrow/ દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં વધી શકે છે ઠંડી, જાણો આવતીકાલનું હવામાન

WHO On Bird Flu/ WHOએ આ વાયરસને લઇને આપી ચેતવણી

Turkey Earthquake/ તુર્કી ભૂકંપમાં ભારતીય નાગરિકનું મોત, હોટલના કાટમાળમાંથી મળ્યો મૃત્યદેહ