Maharastra/ મહારાષ્ટ્ર સરકારને ઝટકો, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે CBI તપાસ ચાલુ રહેશે

મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.

Top Stories India
anil

મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારની અરજી ફગાવી દીધી છે. દેશમુખ સામેની તપાસ SITને સોંપવાની મહારાષ્ટ્રની માંગને ફગાવી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ મામલાને સ્પર્શ પણ નહીં કરીએ. આ પહેલા બોમ્બે હાઈકોર્ટે પણ મહારાષ્ટ્ર સરકારની અરજીને ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધની ભ્રષ્ટાચાર વિરોધી તપાસ કોર્ટની દેખરેખ હેઠળની SITને સોંપવાની માંગ કરી હતી.

આ કેસ દેશમુખ જ્યારે ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની સામે પોલીસ ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે લાંચ લેવાના આરોપોથી સંબંધિત છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રના પૂર્વ ડીજીપી સુબોધ કુમાર જયસ્વાલ હવે સીબીઆઈના ડાયરેક્ટર છે. સીબીઆઈની તપાસમાં પક્ષપાતની શક્યતા છે.

જયસ્વાલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડનો હિસ્સો હતો અને ટ્રાન્સફર અને પોસ્ટિંગની દેખરેખ રાખતો હતો. જો સીબીઆઈ ડાયરેક્ટર સંભવિત આરોપી ન હોય તો સાક્ષીઓ હોવા જોઈએ. જસ્ટિસ એસકે કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.

આ પણ વાંચો: યુપી પછી હવે રાજસ્થાનનો વારો? વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે નડ્ડા-શાહ જશે જયપુર

આ પણ વાંચો:રાજધાની દિલ્હીમાં આજથી લાગુ થયું લેન ડ્રાઇવિંગ, નિયમો તોડવા પર 10 હજાર રૂપિયાનો ભારે દંડ લાગશે