Not Set/ ખેડૂતોને ડુંગળી રોવડાવી રહી છે, ટેકાના ભાવ સરકાર આપે તેવી માંગ

ગીર ગઢડા, ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રાતાં પાણીએ રોવડાવી રહી છે, એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા ના દાવા કરી રહી છે તો બીજી તરફ ખેડૂતો ઉભા પાક ઘેટાં બકરાને ચરાવી નાખે છે. ત્યારે ગીરગઢડામાં ખેડૂતોએ ડુંગળીના પાકને ઘેટાં બકરાને ચરાવી રહ્યા છે. ખેડૂતોને ડુંગળીના 1 મણ પાકનુ 50 થી 60 રૂપિયે વેચાણ થઇ રહ્યુ છે. […]

Top Stories Gujarat Others
mantavya 496 ખેડૂતોને ડુંગળી રોવડાવી રહી છે, ટેકાના ભાવ સરકાર આપે તેવી માંગ

ગીર ગઢડા,

ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રાતાં પાણીએ રોવડાવી રહી છે, એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા ના દાવા કરી રહી છે તો બીજી તરફ ખેડૂતો ઉભા પાક ઘેટાં બકરાને ચરાવી નાખે છે. ત્યારે ગીરગઢડામાં ખેડૂતોએ ડુંગળીના પાકને ઘેટાં બકરાને ચરાવી રહ્યા છે.

ખેડૂતોને ડુંગળીના 1 મણ પાકનુ 50 થી 60 રૂપિયે વેચાણ થઇ રહ્યુ છે. જ્યારે તેનો પડતર ખર્ચ 200 રૂપિયા આસપાસ થાય છે. આથી ખેડૂતો વેચાણને બદલે પ્રાણીને ચરાવી દે છે અથવા તો ખેતરમાં રોટવેટર ફેરવી નાખે છે.

mantavya 497 ખેડૂતોને ડુંગળી રોવડાવી રહી છે, ટેકાના ભાવ સરકાર આપે તેવી માંગ

ઉલ્લેખનીય છે કે ખેડૂત ધીરુભાઈએ જણાવ્યુ કે ખેડૂતોનો જીવનનિર્વાહ ખેતીની આવક પર જ હોય છે. પાકની કિંમત નથી મળતી આથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

mantavya 498 ખેડૂતોને ડુંગળી રોવડાવી રહી છે, ટેકાના ભાવ સરકાર આપે તેવી માંગ

ખેડૂતોનું કહેવુ છે કે, 20 કિલો ડુંગળી 50 થી 60 રૂપિયે વહેંચાઈ રહી છે, એટલે કે કિલો ના 3 રૂપિયા, ખેડૂતોને ડુંગળીના પાકને અત્યારે લણવા જે ખર્ચ લાગે તે પણ માથે પડે તેમ છે, એક વિઘા ખેતરમાં વાવેલ ડુંગળીનો પડતર ખર્ચ 200 રૂપિયા આસપાસ થાય છે.

mantavya 499 ખેડૂતોને ડુંગળી રોવડાવી રહી છે, ટેકાના ભાવ સરકાર આપે તેવી માંગ

હાલ વેચાણ ભાવ 50 રૂપિયા જેટલો છે, ભાવ નીચા હોવાના કારણે ખેડૂતોને 20 કિલો ડુંગળી એ 150 રૂપિયા આસપાસ નુકશાની થઈ રહી છે. એના કારણે ખેડૂતો રોટવેટર ફેરવી નાખે છે અથવા પશુ ઓને ચરવા આપી દે છે. બીજી તરફ ખેડૂતો ડુંગળી માં ટેકાનો ભાવ સરકાર આપે એવી માંગ કરી રહ્યા છે.