Not Set/ ગીર સોમનાથ/ 3 દિવસથી દેહશત ફેલાવતો દીપડો અંતે પાંજરે પુરાયો

ગીર સોમનાથમાં દીપડાનાં આતંકનો અંત ઉના નજીક દીપડો પાંજરે પુરાયો સીમાસી ગામમાંથી દીપડો પાંજરે પુરાયો વન વિભાગે દીપડાને એનિમલ કેરમાં ખસેડ્યો છેલ્લા 3 દિવસમાં 3 દિપડા પાંજરે પુરાયા ગીર સોમનાથ જીલ્લાનાં ઉના નજીકનાં સીમાસી ગામમાંથી દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા 3 દિવસથી દીપડાએ આ પંથકમાં આતંક મચાવ્યા હતો. આતંક બાદ આ દિપડાને વન વિભાગે પોતાના […]

Gujarat Others
gir dipdo ગીર સોમનાથ/ 3 દિવસથી દેહશત ફેલાવતો દીપડો અંતે પાંજરે પુરાયો
  • ગીર સોમનાથમાં દીપડાનાં આતંકનો અંત
  • ઉના નજીક દીપડો પાંજરે પુરાયો
  • સીમાસી ગામમાંથી દીપડો પાંજરે પુરાયો
  • વન વિભાગે દીપડાને એનિમલ કેરમાં ખસેડ્યો
  • છેલ્લા 3 દિવસમાં 3 દિપડા પાંજરે પુરાયા

ગીર સોમનાથ જીલ્લાનાં ઉના નજીકનાં સીમાસી ગામમાંથી દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા 3 દિવસથી દીપડાએ આ પંથકમાં આતંક મચાવ્યા હતો. આતંક બાદ આ દિપડાને વન વિભાગે પોતાના કબ્જે કરી એનીમલ કેર હોસ્ટેલમાં ખસેડ્યો હતો.

મહત્વનું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ થી અલગ અલગ શહેરોમાં દિપડાનો આતંક વધી ગયો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા વરેલીના એક જ ખેતરમાંથી 36મી 3 વર્ષની દીપડી પાંજરે પુરાઇ હતી. વરેલીના ગ્રામજનો દીપડાના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. તો અમરેલી પંથકમાં અને ખાસ કરીને બગસરાની આસપાસ પણ દીપડો અને દીપડીનો આતંક ભારે વિવાદીત અને ચર્ચા સ્પ્રદ રહ્યો હતો અને ભારે જહેમત બાદ દીપડીને પાંજરે કરીઇ હતી. તો આદમખોર દીપડાને વનવિભાગનાં સાર્પ શૂટર દ્વારા ઝેર કરાયો હતો. આમ રાજ્યભરમાં રેવન્યૂ વિસ્તારમાં દીપડાના ત્રાસથી ખેતર માલિક પણ પરેશાન થઈ ગયા છે. દીપડાના કારણે ખેડૂતે પારાવાર આર્થિક નુકશાન સહન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.