Not Set/ ગીર સોમનાથ/  ખાતરની બોરીમાંથી નીકળી રેતી, ખેડૂતે વીડિયો બનાવી કર્યા વાયરલ

બે કિલો ખાતરમાંથી 700 ગ્રામ રેતી નીકળી ખાતરની બોરીમાંથી નીકળી રેતી ઈફ્કો ખાતરની બોરીમાંથી નીકળી રેતી ખેડૂતે વીડિયો બનાવી કર્યો વાયરલ ગુજરાતના ખેડૂતની દશા આમેય માઠી છે તેમાં પડતાને માથે પાટું જેવા હાલ થયા છે. કુદરતી આપત્તિ સામે લડીને થાકેલો ખેડૂત હવે માનવસર્જિત આપત્તિ સામે કેવી રીતે લડશે..?  કમોસમી વરસાદ, માવઠું તો કયાંક તીડ તો […]

Gujarat Others
ખાતર ગીર સોમનાથ/  ખાતરની બોરીમાંથી નીકળી રેતી, ખેડૂતે વીડિયો બનાવી કર્યા વાયરલ
  • બે કિલો ખાતરમાંથી 700 ગ્રામ રેતી નીકળી
  • ખાતરની બોરીમાંથી નીકળી રેતી
  • ઈફ્કો ખાતરની બોરીમાંથી નીકળી રેતી
  • ખેડૂતે વીડિયો બનાવી કર્યો વાયરલ

ગુજરાતના ખેડૂતની દશા આમેય માઠી છે તેમાં પડતાને માથે પાટું જેવા હાલ થયા છે. કુદરતી આપત્તિ સામે લડીને થાકેલો ખેડૂત હવે માનવસર્જિત આપત્તિ સામે કેવી રીતે લડશે..?  કમોસમી વરસાદ, માવઠું તો કયાંક તીડ તો ક્યાંક નીલગાય અને ભૂંડ ખેડૂતની દશા બગડી રહ્યા છે.

તો ક્યારેક નકલી બિયારણ, તો કયારેક નકલી ખાતર, તો ખાતરમાં ભેળશેળ ખેડૂતને મુઝવતા અને સળગતા પ્રશ્નો છે, હજુ થોડા દિવસો અગાઉ જ ખાતરની થેલીમાંથી ખાતર ઓછું નીકળવાની ઘટના સામે આવી હતી, ત્યાં ફરી એકવાર ખાતરમાં રેતીની ભેળશેળ સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર ગઢડામાં મારૂતિ ફર્ટિલાઈઝર નામના સરકાર માન્ય ખાતરની બોરીમાંથી રેતી નીકળવાનો કિસ્સો સામે આવતા વિવાદ સર્જાયો છે. બે કિલો ખાતરમાંથી 700 ગ્રામ રેતી નીકળી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતે ખુદ જેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.

ગીર ગઢડાના જરગલી ગામના ખેડૂતે મારૂતિ ફર્ટિલાઈઝર નામના સરકાર માન્ય ડેપોમાંથી ખાતર ખરીદ્યું હતું. પરંતુ આ ખાતરમાંથી રેતી નીકળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.