Not Set/ ગીર: સાવજોનાં સ્થળાંતરનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો શું છે કારણ?

વિશ્વ વિખ્યાત એશિયાટીક લાયનો આજ કાલ પોતાનાં રહેણાક એવા ગીરનાં અમુક વિસ્તારોમાં પરેશાન જોવા મળી રહ્યા છે. અને પરેશાની અને મુસીબતથી કંટાળી ગીરનાં રાજાએ પોતે પણ સ્થળાંતરનો માર્ગ પકડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ વાતની સાથે જ મનમાં પહેલો પ્રશ્ન ઉદ્ભવે અને તે હોય – ગીરમાંથી સાવજો ભલા ક્યાં સ્થળાંતર કરી શકે ? શું […]

Top Stories Gujarat Others
gir2 ગીર: સાવજોનાં સ્થળાંતરનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો શું છે કારણ?

વિશ્વ વિખ્યાત એશિયાટીક લાયનો આજ કાલ પોતાનાં રહેણાક એવા ગીરનાં અમુક વિસ્તારોમાં પરેશાન જોવા મળી રહ્યા છે. અને પરેશાની અને મુસીબતથી કંટાળી ગીરનાં રાજાએ પોતે પણ સ્થળાંતરનો માર્ગ પકડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ વાતની સાથે જ મનમાં પહેલો પ્રશ્ન ઉદ્ભવે અને તે હોય – ગીરમાંથી સાવજો ભલા ક્યાં સ્થળાંતર કરી શકે ? શું ગીરમાં સાવજો હવે સલામત નથી? પરંતુ આ વાતમાં આવુ કશું જ નથી. જી ના બિલકુલ નથી કારણ કે સિંહો ગીરમાંથી સ્થળાંતર નથી કરી રહ્યા પરંતુ ગીરનાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે અને સાવજો બિલકુલ સલામત છે.

gir ગીર: સાવજોનાં સ્થળાંતરનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો શું છે કારણ?

ગીરનો જંગલ વિસ્તાર અનેક કિલો મીટરમાં પથરાયેલો છે. અને હાલ ચોમાસાની મૌસમને પગલે ગીર જંગલ વિસ્તારમાં અત્ર, તત્ર સર્વત્ર સારો વરસાદ નોંધવામા આવી રહ્યો છે. ચોમાસાનાં સમયે ગીરમાં આવેલી અનેક નાની-મોટી નદીઓ માજા મુકી ગાંડી તૂર જોવા મળે છે. નદી અને નાળા સહિત ગીરમાં આવેલા તમામ નીચાણવાળા વિસ્તારો અને ડેમોમાં પાણી ભરાય જાય છે.

gir1 ગીર: સાવજોનાં સ્થળાંતરનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો શું છે કારણ?

બસ આજ કારણથી સાવજો નીચાણવાળા વિસ્તારોમાંથી ઉંચા વિસ્તારો અને ટેકરાળ પ્રદેશોમાં પોતાનું મુકામ બદલે છે. તો વરસાદની સાથે સાથે સાવજો અનેક પ્રકારનાં જીવજંતુથી પણ પરેસાન જોવા મળે છે ખાસ કરીને “ડાંસલા” તરીકે ઓળખાતા ખાસ પ્રકારનાં જંગલી મચ્છરો સાવજોને સ્થળાંતર કરવા માટેનું મજબૂત કારણ જણવામા આવે છે. ત્યારે ચોમાસું જામતા હાલ સાવજો પણ સ્થળાંતરમાં લાગી ગયા હોવાનાં સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.