Not Set/ ગિરિરાજસિંહે શાળામાં ગીતાનાં શ્લોક ભણાવવા અને મંદિરો બનાવવાની કરી માંગ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ગીતાનાં શ્લોક શાળાઓમાં ભણાવવા અને મંદિરો બનાવવાની માંગ કરી છે. ગિરિરાજસિંહે કહ્યું, “મિશનરી સ્કૂલોમાં બાળકો ભણતર દ્વારા ડી.એમ., એસ.પી., એન્જિનિયર બને છે, પરંતુ જ્યારે એ જ બાળકો વિદેશ જાય છે, ત્યારે તેઓ મોટાભાગે ગૌમાંસ (બીફ) ખાવા લાગે છે.” તેમને એ સંસ્કાર જરા પણ મળતા નથી. બાળકોને બાળપણથી જ શાળાઓમાં ગીતા અને હનુમાન […]

Top Stories India
giriraj singh 1577950136 ગિરિરાજસિંહે શાળામાં ગીતાનાં શ્લોક ભણાવવા અને મંદિરો બનાવવાની કરી માંગ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ગીતાનાં શ્લોક શાળાઓમાં ભણાવવા અને મંદિરો બનાવવાની માંગ કરી છે. ગિરિરાજસિંહે કહ્યું, “મિશનરી સ્કૂલોમાં બાળકો ભણતર દ્વારા ડી.એમ., એસ.પી., એન્જિનિયર બને છે, પરંતુ જ્યારે એ જ બાળકો વિદેશ જાય છે, ત્યારે તેઓ મોટાભાગે ગૌમાંસ (બીફ) ખાવા લાગે છે.” તેમને એ સંસ્કાર જરા પણ મળતા નથી. બાળકોને બાળપણથી જ શાળાઓમાં ગીતા અને હનુમાન ચાલીસાનાં શ્લોકો શીખવવા જોઈએ તે જરૂરી છે.

તેમણે કહ્યું, ‘સરકારી શાળાઓમાં જો તે ગીતાનાં શ્લોક, હનુમાન ચાલીસા વાંચવા કહેશે, તો લોકો કહેશે કે ભગવો એજન્ડા લાગુ કરવામાં આવી રહ્યો છે. તેની શરૂઆત ખાનગી શાળાથી થવી જોઈએ.” આપને જણાવી દઈએ કે, ગિરિરાજસિંહે ગુરુવારે બેગુસરાયનાં લોહિયા નગરમાં ભાગવત કથાનાં ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી.

ગિરિરાજસિંહે આ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે, આજે ધર્મ અને સનાતન જીવંત છે, તેથી લોકશાહી જીવંત છે. લોકો અમને કટ્ટરવાદી કહે છે, અમે ક્યા કટ્ટરપંથી બની શકીશું જ્યારે અમને પૂર્વજો અને ધર્મએ શીખવ્યું છે કે કીડીઓને ગોળ આપીને અને ઝાડને પાણી પીવડાવવાથી ફળ મળે છે. આટલું જ નહીં, અમે નાગ પંચમીનાં દિવસે આસ્તીનનાં સાપને પણ દૂધ પીવડાવીએ છીએ, પરંતુ તે જ સાપ આજે દરરોજ દુર્વ્યવહાર કરે છે અને ડંખ પણ મારે છે. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.