સુરત/ પિતાના ખોળામાંથી પડેલી બાળકી મોતના ‘ ખોળામાં ‘ ગઈ

સુરતના સરથાણા વિસ્તારમાં જકાતનાકા પાસે નેચરપાર્કની દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ માટે મધ્ય પ્રદેસના જાંબુઆના નવાપાડા ગામથી સિંગાડિયા પરિવાર બે મહિના પહેલા ત્યાં કામાર્થે આવ્યો હતો.

Gujarat Surat
પિતાના

સુરત શહેર માંથી વધુ એક દુ:ખત ઘટના સામે આવી છે. પિતાના ખોળામાં બેસીને રમતી બે વર્ષની બાળકીનું ચાલુ ટ્રેક્ટરની નીચે કચડાઈ જતા કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ સરથાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના સરથાણા વિસ્તારમાં જકાતનાકા પાસે નેચરપાર્કની દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ માટે મધ્ય પ્રદેસના જાંબુઆના નવાપાડા ગામથી સિંગાડિયા પરિવાર બે મહિના પહેલા ત્યાં કામાર્થે આવ્યો હતો. મુકેશભાઈ તેમની પત્ની, ભત્રીજો અને બે બાળકો અને ભત્રીજો તથા તેની વહુ સાથે સરથાણા પાર્ક પાસે જ રહેતો હતો. દરમિયાન શ્રમિક સુરેશ સિંગડિયા ટ્રેક્ટર ચલાવતો હતો ત્યારે તેના ખોળામાં બેઠેલી 2 વર્ષની બાળકી ત્યાંથી નીચે પડી જતા ટ્રેક્ટરનું પાછલું ટાયર તેના પર ફરી વળ્યું હતું.

આ ઘટનામાં બે વર્ષની માસુમનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક છવાય ગયો છે. હાલ સુરત પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.સમગ્ર મામલે સરથાણા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃત બાળકીને સ્મીમેરમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ધો.9 માં ભણતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈને ટુંકાવ્યું જીવન, આપઘાત પાછળનું કારણ જાણીને આવશે ગુસ્સો

આ પણ વાંચો:રખડતા ઢોરનો આતંક, આખલાની હટફેટે આવતા ધો.1 માં અભ્યાસ કરતા માસૂમનું મોત

આ પણ વાંચો:જામનગર: મંદિરોમાં થઈ રહી છે લૂંટ, તસ્કરોએ કરી આટલા લાખની ચોરી

આ પણ વાંચો:બદલાતા હવામાનમાં કુશળ ખેતી પર કાર્યશાળા, ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ

આ પણ વાંચો:AMC ના આ વિભાગ પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપો, તંત્રમાં મચ્યો ખડભડાટ