Award/ ગોધરાની આ કોલેજે મેળવ્યો બેસ્ટ સ્ટુડન્ટ વોલેંટિયર અને બેસ્ટ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ 

કોલેજના વિદ્યાર્થી વિશ્વકર્મા પવનકુમાર પોતે ખૂબ સારા ચિત્રકાર અને રંગોળીના કલાકાર છે તેમણે શિમલા ખાતે એન.આઈ.સી. કેમ્પ, ભુજ ખાતે એન.આઈ.સી કેમ્પ, નોઇડા ખાતેના નેશનલ કેમ્પમાં કોલેજ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિ. નું અને શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાનું નામ રોશન કર્યુ હતું.

Gujarat Others
godhara ગોધરાની આ કોલેજે મેળવ્યો બેસ્ટ સ્ટુડન્ટ વોલેંટિયર અને બેસ્ટ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ 

@મોહસીન દાલ, ગોધરા

ગોધરાની જાણીતી શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે આ વિભાગ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃતિઓ જેવી કે ગામડામાં રેસિડેન્સિયલ કેમ્પનું આયોજન, વૃક્ષારોપણ, સ્વાસ્થ્ય અને યોગને લગતી પ્રવૃતિઓ, કાયદાના વ્યાખ્યાનો, કલા – સાહિત્ય વિજ્ઞાનના પ્રોજેકટ એક્જીબિશન ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસને લગતી ઘણી બધી પ્રવૃતિઓ થયેલ છે. કોલેજના વિદ્યાર્થી વિશ્વકર્મા પવનકુમાર પોતે ખૂબ સારા ચિત્રકાર અને રંગોળીના કલાકાર છે તેમણે શિમલા ખાતે એન.આઈ.સી. કેમ્પ, ભુજ ખાતે એન.આઈ.સી કેમ્પ, નોઇડા ખાતેના નેશનલ કેમ્પમાં કોલેજ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિ. નું અને શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાનું નામ રોશન કર્યુ હતું.

જ્યારે આજ કોલેજના બોટની વિષયમાં આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. રૂપેશ નાકરે ગોધરાની બાજુના ગામ સામલી અને દરૂણીયા ખાતે સતત ત્રણ ત્રણ કેમ્પનું આયોજન કર્યુ હતું જેમાં વિદ્યાર્થીઓ સાથે રહીને ગ્રામજનોના વિકાસ માટે પ્રયત્નો કર્યા હતા. તેમના માર્ગદર્શનથી ૧૪ થી પણ વધુ વિદ્યાર્થીઓએ નેશનલ અને ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલ સુધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

તેઓ પોતે સારા ગાયક છે અને યુનિ. કક્ષાના ઘણા કાર્યક્રમોમાં આયોજક ઉપરાંત ગાયક તરીકે પણ સેવા આપેલ છે. પોતે વનસ્પતિશાસ્ત્રી હોય તેમણે વિજ્ઞાનના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ ફોરેસ્ટ કેમ્પ, વનસ્પતિ ઓળખ કેમ્પ, થેલેસેમિયા ચેકિંગ કેમ્પ, બ્લડ ચેક અપ સેમિનાર ઉપરાંત આંખ અને બોડી ચેકઅપ કેમ્પસનું પણ આયોજન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે કરેલ છે. હાલ કોવિડ-૧૯ના સમયમાં પણ કોલેજની કામગીરી ખુબજ સુંદર રહી હતી જેમાં કોલેજ દ્વારા માસ્ક વિતરણ, પીસીમેસ વિભાગમાં કામગીરી, સોશિયલ મીડીયા મેસેજ બનાવવા ઉપરાંત બીજી ઘણી પ્રવૃતિઓ કરી હતી.

godhara 1 ગોધરાની આ કોલેજે મેળવ્યો બેસ્ટ સ્ટુડન્ટ વોલેંટિયર અને બેસ્ટ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ 

કોલેજના એન.એસ.એસ. વિભાગને કલેક્ટર ઓફિસ પંચમહાલ તરફથી છેલ્લા બે વર્ષથી બેસ્ટ વોટિંગ લિટરસી ક્લબનો એવોર્ડ પણ મળેલ છે. આ બધી પ્રવૃતિઓને ધ્યાને લઈને શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ની પસંદગી સમિતિ દ્વારા ડો. રૂપેશ નાકરને બેસ્ટ પ્રોગ્રામ ઓફિસર, એન.એસ.એસ. અને વિશ્વકર્મા પવનને બેસ્ટ સ્ટુડન્ટ બોય વોલેંટિયર એન.એસ.એસ.ના એવોર્ડ માટે પસંદ કરાયા છે. જ્યારે બેસ્ટ ગર્લ વોલંટિયરનો એવોર્ડ કાંકણપુર કોલેજની વિદ્યાર્થિની માનસી ખૂંટને પ્રાપ્ત થયો હતો.

આ સિદ્ધિ પ્રાપ્ત થતાં શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો.અનિલ સોલંકી, મીડિયા કન્વીનર ડો. અજય સોની, એન.એસ.એસ.ના નરસિંહ પટેલ ઉપરાંત કોલેજ ના આચાર્ય ડો. એમ.બી.પટેલ સહિતના મહાનુભાવોએ કોલેજના ડો. રૂપેશ નાકરને તથા વિશ્વકર્મા પવનને શુભકામનાઓ આપી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…