godhra kand/ ગોધરા એ હેટ ક્રાઈમ નથી, ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ

પૂર્વ PM રાજીવ ગાંધીની હત્યામાં સંડોવાયેલા ગુનેગારોને આપવામાં આવેલી મુક્તિની જેમ જ સુપ્રીમ કોર્ટમાં ગોધરાના ગુનેગારોએ માફી માટે અપીલ કરી છે. નોંધનીય છે કે 2002માં ગોધરામાં ટ્રેનની બોગીમાં આગ…

Top Stories Gujarat
SC on Godhra Case

SC on Godhra Case: પૂર્વ PM રાજીવ ગાંધીની હત્યામાં સંડોવાયેલા ગુનેગારોને આપવામાં આવેલી મુક્તિની જેમ જ સુપ્રીમ કોર્ટમાં ગોધરાના ગુનેગારોએ માફી માટે અપીલ કરી છે. નોંધનીય છે કે 2002માં ગોધરામાં ટ્રેનની બોગીમાં આગ લાગવાથી અયોધ્યાથી પરત ફરી રહેલા 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ગોધરાના ગુનેગારોની આ અરજી 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ગોધરાના દોષિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ જણાવ્યું હતું કે લગભગ તમામ દોષિતોએ 16-18 વર્ષની જેલની સજા ભોગવી છે. તેમણે દલીલ કરી હતી કે ઘણા મામલાઓમાં ટ્રાયલ કોર્ટની સજા પર સવાલો ઉભા થયા છે. તેમણે યુપી સરકારને સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને આજીવન કેદ માટે 14 વર્ષ જેલમાં વિતાવનારાઓ માટે માફી પર વિચાર કરવા જણાવ્યું હતું.

તુલસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે અરજીની સુનાવણી થવાની છે, જેમાં કોર્ટે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી અને બાકીની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમણે કહ્યું કે આ ગુનેગારોને જામીન મળવા જોઈએ. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જીબી પારડીવાલાની બેન્ચે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે શું આ દોષિતોને માફી આપી શકાય? મહેતાએ જણાવ્યું હતું કે આ ગુનો જઘન્ય પ્રકારનો છે. ટ્રેન રોકવામાં આવી હતી, સાબરમતીના S-6 કોચમાં બહારથી પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હતી. આ પછી, આ ઘટનાના કાવતરાખોરો અને તેને અંજામ આપનારા લોકોએ બોગી પર પથ્થરમારો શરૂ કર્યો. જેના કારણે આ સળગતી બોગીમાં બેઠેલા મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી શક્યા ન હતા. આટલું જ નહીં, તેઓએ ફાયર એન્જિનોને પણ ટ્રેનની નજીક પહોંચતા અટકાવ્યા. જેના કારણે બાળકો અને મહિલાઓ સહિત 59 લોકોના મોત થયા છે. આનાથી વધુ જઘન્ય અને દુર્લભ અપરાધ કોઈ હોઈ શકે નહીં.

મહેતાએ કહ્યું કે આ દોષિતો સામે TADA લાગુ કરવામાં આવ્યું છે અને તેઓ કોઈ રાહત મેળવવાના હકદાર નથી. ઉલ્લેખનીય છે કે, ગોધરા કેસમાં એક દોષિતને માનવતાના ધોરણે જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. દોષિતની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે અને તેની બે નાની બાળકીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. જેના આધારે કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. જો કે, આ દોષિતની અરજી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. મહેતાની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરજદારના એડવોકેટ ઓન રેકોર્ડ અને રાજ્ય સરકારના વકીલ સ્વાતિ ઘિલડિયાલને ગોધરા કાંડના દોષિતો અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવા જણાવ્યું હતું. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ કોર્ટમાં સુનાવણી થશે. નોંધનીય છે કે 2017માં ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડના 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ સિવાય 20થી વધુ દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી હતી. જ્યારે 63 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Photos/એક ફેમમાં બે હસીનાઓ, દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં રેડ કાર્પેટ પર છવાઈ રેખા અને આલિયા